PM Modi US Visit Live: PM મોદીએ વ્હાઇટ હાઉસમાં રાષ્ટ્રપતિ બાઇડન સાથે કર્યું ડિનર, અજીત ડોભાલ પણ થયા સામેલ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવમા ઇન્ટરનેશનલ યોગ દિવસ નિમિત્તે સંયુક્ત રાષ્ટ્રમાં આયોજિત યોગ સત્રની આગેવાની કરી હતી

gujarati.abplive.com Last Updated: 22 Jun 2023 11:24 AM
ભારતીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ પણ સામેલ થયા હતા

વ્હાઇટ હાઉસે જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ બાઇડને વડા પ્રધાન નરેન્દ્ર મોદી માટે ડિનરનું આયોજન કર્યું હતું. ડિનરમાં રાષ્ટ્રપતિની મનપસંદ વાનગીઓ, આઈસ્ક્રીમ અને પાસ્તા પણ સામેલ હતા. આ દરમિયાન અમેરિકન સુરક્ષા સલાહકાર જેક સુલ્વિયન અને ભારતીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ પણ સામેલ થયા હતા. 

વ્હાઇટ હાઉસમાં ડિનરનું આયોજન કરાયું હતું

વ્હાઇટ હાઉસમાં ડિનરનું આયોજન કરાયું હતું

મોદીએ જિલ બાઇડનને ગિફ્ટમાં આપ્યો ગ્રીન ડાયમંડ

પીએમ નરેન્દ્ર મોદીએ અમેરિકન ફર્સ્ટ લેડી જિલ બાઇડનને 7.5 કેરેટનો ગ્રીન ડાયમંડ ભેટમાં આપ્યો છે. ડાયમંડ પૃથ્વી પરથી લેવામાં આવેલા રાસાયણિક અને ઓપ્ટિકલ ગુણધર્મોને પ્રતિબિંબિત કરે છે. તે પર્યાવરણને અનુકૂળ પણ છે, કારણ કે તેના નિર્માણમાં સૌર અને પવન ઉર્જા જેવા પર્યાવરણીય વૈવિધ્યસભર સંસાધનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.


 


 





વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરી બાઇડનને માન્યો આભાર

પીએમ નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ બાઇડન અને તેમના પત્ની જિલ બાઇડનનો આભાર માન્યો હતો. તેમણે ટ્વીટ કર્યું અમે ઘણા વિષયો પર સારી વાતચીત કરી હતી. 





પીએમ મોદીએ બાઇડનને 10 વસ્તુઓ ભેટમાં આપી

PM નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ જો બાઇડનને કેટલીક વસ્તુઓ ગિફ્ટમાં આપી હતી. તેમણે પંજાબમાંથી ઘી, રાજસ્થાનમાં હાથથી બનાવવામાં આવેલો 24 કેરેટના હોલમાર્કવાળો સોનાનો સિક્કો, 99.5 ટકા કેરેટનો ચાંદીનો સિક્કો, મહારાષ્ટ્રનો ગોળ, ઉત્તરાખંડના ચોખા, તમિલનાડુના તલ, કર્ણાટકના મૈસૂરમાંથી ચંદનનો ટુકડો, પશ્ચિમ બંગાળમાંથી કારીગરો દ્ધારા બનાવવામાં આવેલ ચાંદીનું નારિયેળ, ગુજરાતનું મીઠું, ભગવાન ગણેશની મૂર્તિ સાથે દીવો ગિફ્ટમાં આપ્યો હતો. 


 





























જનરલ ઈલેક્ટ્રિકના CEO PM મોદીને મળ્યા

જનરલ ઈલેક્ટ્રીકના સીઈઓ એચ. લોરેન્સ કલ્પ જૂનિયરે વોશિંગ્ટન ડીસીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. 





'મોદી-બાઇડનની બેઠક 10-15 વર્ષની ભાગીદારી નક્કી કરશે'

રાષ્ટ્રપતિ બાઇડન સાથે પીએમ મોદીની મુલાકાતને લઈને અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ (એનએસસી)ના સ્ટ્રેટેજિક કોમ્યુનિકેશન કોઓર્ડિનેટર જોન કિર્બીએ કહ્યું કે આગામી થોડા દિવસોમાં બંને નેતાઓ ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરશે. આ બેઠક આગામી 10 થી 15 વર્ષ માટે બંને દેશો વચ્ચેની ભાગીદારીને પરિભાષિત કરશે.  આગામી થોડા દિવસોમાં અમે સંરક્ષણ સહયોગ, સાયબર, સ્પેસ, સપ્લાય ચેઇન અને ક્લાઈમેટ ચેન્જ જેવા મુદ્દાઓ પર ચર્ચા કરીશું. આ બેઠક ભારત સાથેના દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત કરશે. અમને તેના માટે ઘણી આશાઓ છે.









PM મોદી માઈક્રોન ટેક્નોલોજીના સીઈઓને મળ્યા

પીએમ મોદીએ વોશિંગ્ટન ડીસીમાં માઈક્રોન ટેક્નોલોજીના સીઈઓ સંજય મેહરોત્રા સાથે મુલાકાત કરી હતી. 





બંન્ને દેશો વચ્ચેની ભાગીદારી વધુ મજબૂત થશે

યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના ડેપ્યુટી પ્રવક્તા વેદાંત પટેલે કહ્યું હતું કે પીએમ મોદીની મુલાકાત દ્વિપક્ષીય સંબંધો વિશે છે. ભારત અને અમેરિકા વચ્ચે મહત્વપૂર્ણ ભાગીદારી છે. આ રાજકીય યાત્રા છે અને અગાઉની દ્ધિપક્ષીય મુલાકાતોથી અલગ છે. અન્ય પ્રવાસો સાથે તેની સરખામણી કરવી યોગ્ય નથી. આ પ્રવાસ બંને દેશો વચ્ચેની ભાગીદારીને વધુ મજબૂત કરશે. તેમણે કહ્યું કે અમે પીએમ મોદીનું સ્વાગત કરવા માટે ખૂબ જ ઉત્સુક છીએ.





ભારત અને અમેરિકાને વિકાસની ગતિ જાળવી રાખવા માટે પ્રતિભાઓની જરૂર છે

નેશનલ સાયન્સ ફાઉન્ડેશન પહોંચેલા પીએમ મોદીએ કહ્યું કે ભારત અને અમેરિકાને વિકાસની ગતિ જાળવી રાખવા માટે પ્રતિભાઓની જરૂર છે. એક તરફ અમેરિકામાં ઉચ્ચ કક્ષાની શૈક્ષણિક સંસ્થાઓ અને અદ્યતન ટેકનોલોજી છે, તો ભારતમાં સૌથી વધુ યુવાનો છે. એટલા માટે મને વિશ્વાસ છે કે ભારત-યુએસ ભાગીદારી સતત વૈશ્વિક વિકાસનું એન્જિન સાબિત થશે.













ભારત અને અમેરિકાને વિકાસની ગતિ જાળવી રાખવા માટે પ્રતિભાઓની જરૂર છે

નેશનલ સાયન્સ ફાઉન્ડેશન પહોંચેલા પીએમ મોદીએ કહ્યું કે ભારત અને અમેરિકાને વિકાસની ગતિ જાળવી રાખવા માટે પ્રતિભાઓની જરૂર છે. એક તરફ અમેરિકામાં ઉચ્ચ કક્ષાની શૈક્ષણિક સંસ્થાઓ અને અદ્યતન ટેકનોલોજી છે, તો ભારતમાં સૌથી વધુ યુવાનો છે. એટલા માટે મને વિશ્વાસ છે કે ભારત-યુએસ ભાગીદારી સતત વૈશ્વિક વિકાસનું એન્જિન સાબિત થશે.













વડાપ્રધાન મોદી નેશનલ સાયન્સ ફાઉન્ડેશન પહોંચ્યા હતા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાની ફર્સ્ટ લેડી જિલ બાઇડન સાથે વર્જીનિયાના નેશનલ સાયન્સ ફાઉન્ડેશન પહોંચ્યા હતા. અહીં તેઓ ભારતીય અને અમેરિકન વિદ્યાર્થીઓને મળ્યા હતા. તેમણે ટ્વીટ કર્યું હતું કે કૌશલ્ય વિકાસ સાથે જોડાયેલા કાર્યક્રમમાં ફર્સ્ટ લેડી સાથે સામેલ થવું સન્માનની વાત છે. કૌશલ્ય વિકાસ અમારા માટે સર્વોચ્ચ પ્રાથમિકતા છે.


 





















વ્હાઇટ હાઉસમાં વડાપ્રધાન મોદીનું સ્વાગત કરાયું હતું.

બ્રેકગ્રાઉન્ડ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) અમેરિકાના પ્રવાસે ગયા છે. તેમની અમેરિકાની મુલાકાતનો બીજો દિવસ (21 જૂન) ન્યૂયોર્કમાં યુએન હેડક્વાર્ટર ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર આયોજિત ઐતિહાસિક સમારોહ યોજાયો હતો. જે બાદ પીએમ વોશિંગ્ટન પહોંચ્યા હતા. પીએમ મોદી મંગળવારે (20 જૂન) અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન અને ફર્સ્ટ લેડી જિલ બાઇડનના આમંત્રણ પર અમેરિકા પહોંચ્યા હતા. 


નોંધાવ્યો અનોખો વર્લ્ડ રેકોર્ડ


વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવમા ઇન્ટરનેશનલ યોગ દિવસ નિમિત્તે સંયુક્ત રાષ્ટ્રમાં આયોજિત યોગ સત્રની આગેવાની કરી હતી. આ સાથે જ જાણે સંયુક્ત રાષ્ટ્રનું હેડક્વાર્ટર જ યોગમય બની ગયું હોય તેવો માહોલ સર્જાયો હતો. જોકે આ દરમિયાન પીએમ મોદીએ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવ્યું છે.


પીએમ મોદી વિશ્વના એકમાત્ર એવા વડાપ્રધાન બન્યા છે જેમણે આટલી મોટી સંખ્યામાં વિદેશી પ્રતિનિધિઓ સામે યોગ કર્યા હોય. સંયુક્ત રાષ્ટ્રમાં આયોજિત કાર્યક્રમ દરમિયાન તેમને આ ઉપલબ્ધિ માટે એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો હતો. PMએ કહ્યું હતું કે, યોગ ભારતમાંથી આવ્યો છે પરંતુ તે કોપીરાઈટથી મુક્ત છે. તેના માટે કોઈ પેટન્ટ નથી, કે તેના બદલામાં રોયલ્ટીના પૈસા ચૂકવવાની કોઈ જરૂર નથી.


યુનાઈટેડ નેશન્સનું હેડક્વાર્ટર ન્યુયોર્કમાં આવેલું છે અને તમામ દેશોમાં ઓફિસો ધરાવે છે. આ સ્થિતિમાં જ્યારે નવમા ઇન્ટરનેશનલ યોગ દિવસ નિમિત્તે સંયુક્ત રાષ્ટ્રમાં એક વિશેષ યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે લગભગ તમામ દેશોના રાજદ્વારીઓએ તેમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમ દરમિયાન, સંયુક્ત રાષ્ટ્રના ઉચ્ચ સ્તરીય અધિકારીઓ ઉપરાંત, વિવિધ દેશોના રાજદ્વારીઓ અને વિશ્વભરની અગ્રણી હસ્તીઓ હાજર રહી હતી. આશરે 183 દેશોના પ્રતિનિધિઓએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં ભાગ લીધો હતો. 


વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના ત્રણ દિવસના પ્રવાસે છે. ત્યાર બાદ પીએમ મોદી બે દિવસ માટે ઇજિપ્ત જશે. નરેન્દ્ર મોદી ભારતીય સમય અનુસાર મંગળવારે મોડી રાત્રે લગભગ 10.30 વાગ્યે અમેરિકા પહોંચ્યા હતા. ન્યૂયોર્કના એરપોર્ટ પર ભારતીય સમુદાયના લોકોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. પીએમ અમેરિકાના ખાસ આમંત્રણ પર રાજ્યની મુલાકાતે અમેરિકા ગયા છે. બંને દેશો વચ્ચે મોટો સંરક્ષણ સોદો થવાનો છે. ભારતમાં જ છેલ્લા એક સપ્તાહમાં તેની રૂપરેખા નક્કી કરવામાં આવી છે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.