PM Modi Yoga At UN Live: યોગ દિવસની ઇજવણી પૂર્ણ, PM મોદીનો UN હેડક્વાર્ટર 20 મીનીટનો કાર્યક્રમ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ અમેરિકાની મુલાકાતે છે. આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે. આજે અમેરિકાની મુલાકાત દરમિયાન તેઓ યુએન હેડક્વાર્ટર ખાતે આયોજિત યોગ દિવસ કાર્યક્રમમાં ભાગ લેશે.
યોગ દિવસ નિમિત્તે નોંંધાયો અનોખો રેકોર્ડ. એક સાથે 183 દેશોના લોકોએ એક જ સ્થળે યોગા કર્યા હોવાની પહેલી ઘટના. નોંધાયો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ.
આપણે યોગાભ્યાસ કરીએ છીએ પરંતુ યોગમાંથી આપણને જે મળે છે તે આપણા જીવનમાં અમલમાં મુકીએ છીએ. હું માનું છું કે વડાપ્રધાન આ સંદેશ લઈ રહ્યા છે : એરિક એડમ્સ, ન્યુ યોર્ક, યુએસએના મેયર
- ભદ્રાસન
- ઉષ્ટ્રાસન
- ઉત્તાન શિશુનાસન
- ભુજંગ આસન
- પવન મુક્તાસન
- શવાસન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં યુએનના હેડક્વાર્ટરના પટાંગણમાં દુનિયાના જુદા જુદા દેશોના લોકો ભાગ લઈ રહ્યાં છે. જાણે યુએન હેડક્વાર્ટર બન્યું યોગમય.
પીએમ મોદી સાથે મોટી સંખ્યામાં લોકો યુએનના હેડક્વાર્ટમાં યોગા કરી રહ્યા છે. ઓમકાર મંત્ર અને ત્યાર બાદ વોર્મ અપ સાથે શરૂ થયેલ યોગ જુદા જુદા આસન સાથે ધીમે ધીમે આગળ વધી રહ્યો છે.
સંબોધન બાદ પીએમ મોદીએ સામાન્ય લોકો સાથે યોગ કરવા બેઠા. પ્રખ્યાત અભિનેતા રિચર્ડ ગેરી મોદીની બાજુમાં બેઠા હતા. મોદી અને તમામ લોકોએ યોગ સાથે ધ્યાન કર્યું. આ સાથે ઓમનો જાપ કરવામાં આવે છે.
સંયુક્ત રાષ્ટ્ર હેડક્વાર્ટરમાં પીએમ મોદી યોગ દિવસે યોગ કરી રહ્યાં છે. આ દરમિયાન દુનિયાના 182 પ્રતિનિધિઓ પીએમ મોદી સાથે યોગ દિવસમાં થયા શામેલ. અનેક યોગગુરૂ આપી લોકોને આપી રહ્યાં છે ગાઈડલાઈન્સ.
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલય ખાતે યોગની શરૂઆત થઈ ગઈ છે. પીએમ મોદી કાર્યક્રમનું નેતૃત્વ કરી રહ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યોગ દિવસની કરી શરૂઆત. ઓમકાર મંત્રથી કરી શરૂઆત. સફેદ કપડામાં પીએમ મોદી.
પીએમ મોદીએ કહ્યું કે યોગ ભારતમાંથી આવ્યો છે અને તે ખૂબ જૂની પરંપરા છે. યોગ કોપીરાઈટ, પેટન્ટ અને રોયલ્ટીથી મુક્ત છે. યોગ તમારી ઉંમર, લિંગ અને ફિટનેસ સ્તરને અનુરૂપ છે. યોગ પોર્ટેબલ છે.
પીએમ મોદીએ કહ્યું કે હું તમને બધાને જોઈને ખુશ છું અને આવવા બદલ તમારો આભાર. મને કહેવામાં આવ્યું છે કે આજે અહીં લગભગ દરેક રાષ્ટ્રીયતાનું પ્રતિનિધિત્વ થાય છે. યોગનો અર્થ છે એક થવું, તેથી યોગ માટે તમે એક સાથે આવી રહ્યા છો
વિશ્વભરમાં યોગ અને ધ્યાનના ફાયદાઓ વિશે જાગૃતિ ફેલાવવા માટે દર વર્ષે 21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે.
આ વર્ષે 9મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2023 વિશ્વભરમાં ઉજવવામાં આવી રહ્યો છે. આ વર્ષે યોગ દિવસ 2023 ની થીમ 'વસુધૈવ કુટુંબકમ માટે યોગ' રાખવામાં આવી છે. વસુધૈવ કુટુમ્બકમનો અર્થ છે- પૃથ્વી પરિવાર છે.
આ થીમનો ઉદ્દેશ્ય એ છે કે પૃથ્વી પરના તમામ લોકોએ પરિવાર તરીકે સ્વાસ્થ્ય માટે યોગને અપનાવવો જોઈએ.
પીએમ મોદી ન્યૂયોર્કમાં યુએન હેડક્વાર્ટર પહોંચી ગયા છે. પીએમ અહીં યોગ દિવસના કાર્યક્રમમાં ભાગ લેશે. તેમણે અહીં પહોંચ્યા બાદ સૌથી પહેલા મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી છે.
પીએમ મોદીએ યોગ દિવસ પર યુએન સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરેસનો સંદેશ શેર કર્યો અને ટ્વીટ કર્યું કે હું યુએનના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ સાથે સંપૂર્ણ રીતે સંમત છું. યોગ દિવસ આપણને બધાને નજીક લાવે અને આપણા ગ્રહનું સ્વાસ્થ્ય સુધારે.
પીએમ મોદીએ યોગ દિવસ પર યુએન સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરેસનો સંદેશ શેર કર્યો અને ટ્વીટ કર્યું કે હું યુએનના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ સાથે સંપૂર્ણ રીતે સંમત છું. યોગ દિવસ આપણને બધાને નજીક લાવે અને આપણા ગ્રહનું સ્વાસ્થ્ય સુધારે.
સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયમાં યોગ દિવસની તૈયારી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયથી યોગ સત્રનું નેતૃત્વ કરશે. જેના માટે સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયના લૉનમાં તૈયારીઓ કરવામાં આવી છે.
બ્રેકગ્રાઉન્ડ
વડાપ્રધાન મોદી ત્રણ દિવસીય અમેરિકાના પ્રવાસે છે. હવે તે યુએન હેડક્વાર્ટરમાં યોગ કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યાં છે. અગાઉ, PM ન્યૂયોર્કમાં શિક્ષણવિદો અને થિંક ટેન્ક જૂથોના સભ્યોને મળ્યા હતા. આ પહેલા પીએમ મોદીએ ન્યૂયોર્કથી આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર વીડિયો સંદેશ જાહેર કરીને દેશને સંબોધિત કર્યો હતો. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે યોગ એક વિચાર હતો, જેને આજે આખી દુનિયાએ અપનાવ્યો છે. આજે આંતરરાષ્ટ્રીય યોગા દિવસ નિમિત્તે વડાપ્રધા નરેન્દ્ર મોદી સંયુક્ત રાષ્ટ્રના હેડક્વાર્ટરના પટાંગણમાં યોગા કરશે. પીએમ મોદી યોગા દિવસમાં ભાગ લેવા યુએન હેડક્વાર્ટર પહોંચી ગયાં હતાં. યોગા દિવસની ઉજવણી કરતા પહેલા પીએમ મોદીએ સંબોધન કર્યું હતું અને યોગા એટલે શું અને તેના ફાયદાને લઈને જાણકારી આપી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -