ન્યૂયોર્કઃ હ્યુસ્ટનમાં ‘હાઉડી મોદી’ કાર્યક્રમ બાદ પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી અમેરિકા પ્રવાસ અંતર્ગત ન્યૂયોર્કમાં છે. જ્યાં તેમણે જળવાયુ પરિવર્તન પર સંબોધન કર્યું હતું.

જેમાં તેમણે કહ્યું કે, અમે જળ સંરક્ષણ માટે જળ જીવન મિશનની શરૂઆત કરી છે. રેઇન વોટર હાર્વેસ્ટિંગ પર પણ કામ કર્યું છે. આગામી થોડા વર્ષોમાં ભારત જળ સંરક્ષણના કામો પર 50 મિલિયન ડોલર ખર્ચ કરશે. વાત કરવાનો સમય ખતમ થઈ ગયો છે હવે દુનિયા કામ કરે તેવો સમય છે.


લાલચ નહીં, જરૂરિયાત અમારો માર્ગદર્શક સિદ્ધાંત છે. અમે માત્ર ગંભીર વાતો સાથે જ નહીં પરંતુ પ્રેક્ટિસ એપ્રોચ સાથે આવ્યા છીએ. ભારતે સિંગલ યૂઝ પ્લાસ્ટિકના ઉપયોગને રોકવાની દિશામાં પગલા લેવાનું શરૂ કર્યું છે. અમે ભારતમાં લાખો પરિવારોને સ્વચ્છ ગેસ કનેકશન ઉપલબ્ધ કરાવ્યા છે.


ભારત બાયો ફ્યૂલ મેળવીને પેટ્રોલ-ડીઝલ વિકસાવવા પર કામ કરી રહ્યું છે. આંતરરાષ્ટ્રીય સ્તર પર સોલાર એલાયંસથી વિશ્વભરના 80 દેશ અમારી સાથે જોડાઈ ચુક્યા છે.


ઓટો સેક્ટરમાં મંદી વચ્ચે પેટ્રોલ-ડીઝલ કારના ભવિષ્ય અંગે નીતિન ગડકરીએ આપ્યું મોટું નિવેદન, કહ્યું.......

બોલીવુડની આ હોટ એક્ટ્રેસે લગ્ન પહેલા જ આપ્યો પુત્રને જન્મ, બ્રેસ્ટફિડ કરાવતી તસવીર કરી શેર

સુરતમાં હીરાની સરણ માંજનાર વ્યક્તિએ ગળાફાંસો ખાઈ કરી આત્મહત્યા, મળી આવી સુસાઈડ નોટ