નવી દિલ્લી: અમેરિકાના પ્રસિદ્ધ પત્રિકા ‘ટાઈમ’ દ્વારા દરેક વર્ષે આપનાર ‘પર્સન ઑફ ધ ઈયર’નો ખિતાબ માટે થઈ રહેલા ઑનલાઈન વૉટિંગમાં ભારતના પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી હાલ અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામા, અમેરિકાના નવનિર્વાચિત રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ, રશિયાના રાષ્ટ્રપતિ બ્લાદિમિર પુતિન, ચીનના રાષ્ટ્રપતિ શી ચીનપિંગ અને દુનિયાના અલગ અલગ ક્ષેત્રોના જાણીતા દિગ્ગદોને પછાડીને સૌથી આગળ ચાલી રહ્યા છે.
ટાઈમ પત્રિકા દરેક વર્ષે એવા વ્યક્તિને નવાજે છે, તેમના હિસાબે ગત વર્ષમાં અહેવાલો અને દુનિયાને સૌથી વધુ પ્રભાવિત કર્યું હોય, ભલે તે સારા માટે હોય કે ખરાબ માટે હોય. ગત વર્ષે આ એવોર્ડ જર્મનીના ચાંસલર એંજેલા મર્કેલને આપવામાં આવ્યો હતો.
સળંગ ચોથા વર્ષે આ દોડમાં રહેલા પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી અત્યાર સુધી ‘હા’ વાળા કુલ વોટોને 21 ટકા આગળ લઈને ચાલી રહ્યા છે, અને હાલ તેમની આસપાસ કોઈ પહોંચી રહ્યું હોય તેમ જણાતું નથી.. ઑનલાઈન થતું વૉટિંગમાં સૌથી મજાની વાત તો એ છે કે બીજા નંબર કોઈ નેતા નથી, પરંતુ વિકીલીક્સના વિવાદાસ્પદ સંસ્થાપક જૂલિયાન અસાંજ છે. જેને 8ટકા વોટ મળ્યા છે.
હાલના સમયે ત્રીજા નંબરે અમેરિકાના હાલના રાષ્ટ્રપતિ બરાક ઓબામા છે, જેમને સાત ટકા વોટરોનું સમર્થન મળ્યું છે, જ્યારે તેમની પત્ની તથા અમેરિકાની ફર્સ્ટ લેડી મિશેલ ઓબામાને પણ પાંચ ટકા વોટ મળ્યા છે.
દરેક વર્ષે ‘ટાઈમ’ના સંપાદક મંડળ અંતિમ નિર્ણય લે છે કે ‘ટાઈમ પર્સન ઑફ ધ ઈયર’નો એવોર્ડ કોને આપવામાં આવે, પરંતુ તે પોતાના પાઠકોને પણ વોટ કરવાનો વિકલ્પ આપે છે, જે પત્રિકા પ્રમાણે એવાર્ડનો વિજેતા નક્કી કરવામાં ઘણી મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે.