નવી દિલ્હીઃ કોરોના વાયરસે અમેરિકામાં જબરદસ્ત કોહરામ મચાવી દીધો છે, અમેરિકાના ઇતિહાસમાં પહેલીવાર એવુ બન્યુ છે કે, અહીં તમામ પચાસ રાજ્યોમાં રાષ્ટ્રીય આપદા કાયદો લાગુ થયો છે. આ કાયદો કોરોના સામે લડવા માટે લાગુ કરવામાં આવ્યો છે.

ખાસ વાત છે કે, કોરોનાએ દુનિયામાં સૌથી વધુ અમેરિકામાં તબાહી મચાવી છે. હાલ અમેરિકાની સ્થિતિ ઇટાલી અને સ્પેન કરતાં વધુ વિકટ બની ગઇ છે. જેને લઇને ટ્રમ્પે રાષ્ટ્રીય આપદા કાયદો લાગુ કરવાનો નિર્ણય કર્યો છે, ટ્રમ્પે કહ્યું કે આ અદ્રશ્ય દુશ્મન છે, તેની સામે યુદ્ધ લડવાનુ છે.



અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કર્યુ- ઇતિહાસમાં પહેલીવાર અમેરિકાના તમામ 50 રાજ્યોમાં પુરેપુરા આપદા કાયદા લાગુ, અદ્રશ્ય દુશ્મન સામે યુદ્ધ, જીત અમારી થશે.



ઉલ્લેખનીય છે કે, અમેરિકામાં હાલ કોરોના સંક્રમિતોની સંખ્યા સૌથી વધુ છે, અને મોતનો આંકડો 22 હજારથી વધુ આગળ નીકળી ગયો છે.