નવી દિલ્હીઃ ભારતમાંથી મોકલવામાં આવેલી હાઇડ્રૉક્સી ક્લૉરોક્વીન દવા અમેરિકા પહોંચી ગયો છે, કૉવિડ-19, કોરોના સામે લડવા માટેની એન્ટી ડૉટ તરીકે વપરાતી મેલેરિયાની દવાનો પહેલા જથ્થો અમેરિકા પહોંચી ગયો છે. આની કેટલીક તસવીરો સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.

ખાસ વાત છે કે, અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના અનુરોધ બાદ ભારતે આ દવા અમેરિકા મોકલવા માટે પરવાનગી આપી હતી. ભારતે હાઇડ્રૉક્સી ક્લૉરોક્વીનની 35.82 લાખ ટેબલેટની નિકાસ કરવા માટે મંજૂરી આપી હતી.



થોડાક દિવસો પહેલા ભારતે અમેરિકા સહિત કેટલાક દેશોની મદદ કરવા માટે હાઇડ્રૉક્સી ક્લૉરોક્વીન દવા પરનો પ્રતિબંધ હટાવી દીધો હતો.



હાઇડ્રૉક્સી ક્લૉરોક્વીનના નિર્માણમાં આવનારી જરૂરી લગભગ 9 ટન ફાર્માસ્યૂટિકલ સામગ્રી મોકલવામાં આવી છે. આ વાતની માહિતી અમેરિકામાં ભારતના રાજદૂત સિંહે આપી છે.

ટ્વીટ કરીને તેમને કહ્યું કે, - કૉવિડ-19 વિરુદ્ધની લડાઇમાં અમારા સહયોગીને અમારો પુરો સહયોગ છે. ભારતમાંથી હાઇડ્રૉક્સી ક્લૉરોક્વીનનો પહેલા જથ્થો આજે નેવાર્ક એરપોર્ટ પર પહોંચી ગયો છે.



ઉલ્લેખનીય છે કે, ભારત હાઇડ્રૉક્સી ક્લૉરોક્વીન દવાનો દુનિયાભરમા મોટો નિકાસકાર દેશ છે, આખી દુનિયામાં ભારત લગભગ 70 ટકા દવાની નિકાસ કરે છે.