ન્યૂયોર્કઃ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની બેઠકમાં સામેલ થવા પત્ની મેલેનિયા સાથે પહોંચ્યા હતા. જ્યાં તેમણે ફરી એકવાર કાશ્મીર મુદ્દે મધ્યસ્થીની રજૂઆત કરી હતી.


ટ્રમ્પે મીડિયા સમક્ષ કહ્યું કે, મને લાગે છે કે જ્યાં સુધી પાકિસ્તાન, ભારતની વાત છે તો હું ચોક્કસપણ તેમની મદદ કરવા તૈયાર છું. મને લાગે છે કે તેઓ મારી મદદ બાદ કોઈક ચોક્કસ રીતે કરશે, પરંતુ તે બંનેના મત જુદા છે. મને તેની ચિંતા છે.


આ પહેલા ટ્રમ્પે પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાન સાથે મુલાકાત બાદ કહ્યું કે, જો ભારત અને પાકિસ્તાન કાશ્મીર મુદ્દે વાત કરવા તૈયાર હોય તો હું મધ્યસ્થી માટે તૈયાર છું.