બે દિવસના પ્રવાસ પર બ્રાઝિલ પહોંચ્યા PM મોદી, BRICS સન્મેલનમાં ભાગ લેશે
abpasmita.in | 13 Nov 2019 05:07 PM (IST)
પીએમ મોદી બે દિવસની યાત્રા દરમિયાન બ્રિક્સના 11માં સન્મેલનમાં ભાગ લેશે સાથે સાથે બ્રિક્સ નેતાઓની બ્રિક્સ બિઝનેસ કાઉન્સિલની બેઠકમાં પણ ભાગ લેશે.
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11માં બ્રિક્સ શિખર સન્મેલનમાં ભાગ લેવા માટે બુધવારે બ્રાઝીલ પહોંચ્યા છે. પીએમ મોદી બે દિવસની યાત્રા દરમિયાન બ્રિક્સના 11માં સન્મેલનમાં ભાગ લેશે સાથે સાથે બ્રિક્સ નેતાઓની બ્રિક્સ બિઝનેસ કાઉન્સિલની બેઠકમાં પણ ભાગ લેશે. પીએમ મોદી રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદીમિર પુતિન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે દ્વિપક્ષીય બેઠકોનો પણ કાર્યક્રમ છે. તેઓ બ્રિક્સના બિઝનેસ ફોરમ અને મુખ્ય તથા સમાપન સત્રમાં પણ શામેલ થશે.