ઇસ્લામાબાદઃ પાકિસ્તાનની રાજધાનીમાં જુદાજુદા એરિયામાં મંગળવારે અનેક જગ્યાએ ભારતના સમર્થનમાં લાગેલા બેનરો જોવા મળ્યા, આ બેનરો જોઇને પાકિસ્તાની પોલીસ દોડતી થઇ અને તપાસમાં લાગી ગઇ હતી. ખરેખર, મંગળવારે ભારતે જમ્મુ-કાશ્મીરને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવીને બે ભાગમાં વહેંચતુ બીલ લોકસભામાં પાસ કર્યુ આ સાથે જ કલમ 370 ખતમ થઇ ગઇ હતી.

એટલે કે કલમ 370ને ખતમ કરવા અને જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને બે ભાગમાં વહેંચીને વિભાજન કરવામાં આવ્યુ છે. આ અંગેનું બીલ સંસદમાં પાસ પણ થઇ ગયુ છે.



બેનરો પર શિવસેના નેતા સંજય રાઉતના સંદેશ લખ્યો હતો, જેને હટાવ્યા બાદ પોલીસ અજાણ્યા લોકોની વિરુદ્ધ કેસ નોંધીને તપાસ કરવા દોડી હતી. બેનરની ઉપર લખ્યુ હતું કે, મહાભારત એક કદમ આગે.



બેનરો પર લખ્યુ હતું, ‘‘આજે જમ્મુ-કાશ્મીર લીધુ છે, કાલે બલુચિસ્તાન, પીઓકે લેશે. મને વિશ્વાસ છે કે વડાપ્રધાન અખંડ હિન્દુસ્તાનનું સપનુ પુરુ કરશે.’’