તુર્કીની ન્યૂઝ એજન્સી અનદોલુ મુજબ, આ પહેલા શનિવારે રશિયાના સ્વાસ્થ્ય મંત્રી મિખાઈલ મુરાશ્કોએ કહ્યું હતું કે 8 લાખથી વધુ લોકોને સ્પૂતનિક વેક્સીન આપવામાં આવી ચુકી છે. રશિયાએ 60થી વધુ ઉંમરના લોકોને રસી લગાવવાનું શરુ કર્યું હતું અને દેશના વિવિધ ભાગોમાં 15 લાખ વેક્સીનનું ડિલીવરી કરી ચુક્યું હતું.
આ પહેલા રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું હતું કે, સ્પૂતનિક-V વેક્સીન 95 ટકા પ્રભાવી છે. તેની સાથે જ પુતિને કહ્યું હતું કે, રશિયાએ દુનિયાને સારી, સુરક્ષિત અને અસરકારક વેક્સીન આપી છે.