Vladimir Putin Girlfrien : યુક્રેન સાથેના યુદ્ધ વચ્ચે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને અચાનક તેમની ગર્લફ્રેન્ડ પાસે પણ જવાનું છોડી દીધું છે. તેઓ પોતાની ગર્લફ્રેન્ડ સાથે નથી રહેતા. અહેવાલો અનુસાર, પુતિનની ગર્લફ્રેન્ડ અને તેમના બાળકો ક્રેમલિનના ફ્લેટમાં રહેતા નથી. યુક્રેનમાં યુદ્ધમાં ધારી સફળતા ના મળવાના કારણે પુતિન તણાવમાં છે અને તેથી તે તેની ગર્લફ્રેન્ડ એલિના કાબેવા અને બાળકો સાથે નથી રહેતા. તેના બદલે તેઓ હવે તેનો મોટાભાગનો સમય તેમની લોખંડી સુરક્ષા વ્યવસ્થા ધરાવતા કાર્યાલયમાં જ વિતાવી રહ્યાં છે.



તાજેતરના એક ટીવી ઇન્ટરવ્યુમાં પુતિને કહ્યું હતું કે, તેમની પાસે ક્રેમલિનમાં એક એપાર્ટમેન્ટ છે. જ્યાં તેઓ ઘણો સમય વિતાવે છે. તેમણે કહ્યું હતું કે, હું અહીં કામ કરું છું અને ક્યારેક અહીં જ સૂઈ જાઉં છું. પુતિનના આ ઈન્ટરવ્યુ બાદ ઘણા અહેવાલો સામે આવ્યા છે જેમાં તેઓ પોતાની સુરક્ષાને લઈને ચિંતિત હોવાનું સામે આવ્યું છે. અત્યાર સુધી એવું માનવામાં આવતું હતું કે, પુતિન રાજધાની મોસ્કોની બહાર તેમના નોવો-ઓગર્યોવો સત્તાવાર નિવાસસ્થાનમાં રહે છે. બાદમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે, વાલદાઈમાં તેમની હવેલી છે, જેમાં તેઓ તેમની ગર્લફ્રેન્ડ સાથે રહે છે.

શી જિનપિંગને મળ્યા

પોતાના અનેક ભવ્યાતિભવ્ય ઘરો હોવા છતાં છેલ્લા કેટલાક સમયથી પુતિન મોટે ભાગે તેમના ક્રેમલિન ફ્લેટમાં રહેવાનું પસંદ કરે છે. પુતિન ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને પણ અહીં જ મળ્યા હતા. પુતિને કહ્યું હતું કે, બંને નેતાઓએ અહીં ફાયરપ્લેસ પાસે બેસીને ચા પીધી અને ગપસપ કરી હતી. વિદેશી મીડિયા પણ પુતિન સુરક્ષાના કારણ ઓફિસની નજીક રહેવાનું જણાવી રહ્યાં છે. પરંતુ પુતિનના નજીકના દિમિત્રી પેસ્કોવનું કહેવું છે કે, યુક્રેન સામે ચાલી રહેલા યુદ્ધના કારણે આવો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમનું કહેવું છે કે, પુતિન સામાન્ય રીતે યુદ્ધ પછીથી અહીં જ રહે છે.

ક્યાં આવેલો છે પુતિનનો ફ્લેટ?

પુતિનનો ફ્લેટ ક્યાં છે, તેનો સત્તાવાર રીતે ખુલાસો કરવામાં આવ્યો નથી. પરંતુ તે સેનેટ પેલેસમાં આવેલો હોવાનું મનાય છે. આ મહેલને રશિયન આર્કિટેક્ટ કાઝાકોવ દ્વારા 1776 અને 1787 વચ્ચે ડિઝાઇન કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત પુતિને ક્યારેય તેમની ગર્લફ્રેન્ડની પુષ્ટિ કરી નથી. પુતિનનું કહેવું છે કે, તેમનું પણ અંગત જીવન છે, જેમાં તેઓ કોઈને હસ્તક્ષેપ કરવા દેતા નથી. જેનું સન્માન પણ કરવું જોઈએ.