વોશિંગટન: અમરેકાએ પોતાના એર લાઈન્સોને એક એડવાઈઝરી જાહેર કરી છે. અમેરિકાએ એરલાઈન્સને પાકિસ્તાનના એર સ્પેસનો ઉપયોગથી બચવા કહ્યું છે. અમેરિકાએ કહ્યું કે પાકિસ્તાન કટ્ટરપંથિઓ અને આતંકવાદી સમૂહ દ્વારા આપણી એરલાઈન્સ(કોમર્સિયલ એન્ડ યુએસ સ્ટેટ એરલાઈન્સ) પર હુમલો થઈ શકે છે.

ઉલ્લેખનીય છે કે, બાલાકોટ એર સ્ટ્રાઈક બાદ પાકિસ્તાને પોતાના એર સ્પેસ બંધ કરી દીધા હતા. જેનાથી તેને 688 કરોડ રૂપિયાનું મોટું નુકસાન ભોગવવું પડ્યું હતું. હવે ફરી ભારત માટે પાકિસ્તાને એર સ્પેસ બંધ કરી દીધાં છે. તેનાથી તેને મોટું નુકસાન ઉઠાવવું પડી રહ્યું છે. આમ પણ તેની અર્થવ્યવસ્થા હાલમાં ખૂબજ ખરાબ સ્થિતિમાં છે.


જો અમેરિકા પોતાની એરલાઈન્સને પાકિસ્તાનના એર સ્પેસનો ઉપયોગ કરવા પર રોક લગાવી દેશે તો પાકિસ્તાનને મોટું નુકસાન ભોગવવું પડશે. જેના કારણે અન્ય દેશો પણ પાકિસ્તાનના એર સ્પેસનો ઉપયોગ કરવાનું ટાળશે.

પાકિસ્તાનની એર સ્પેસ બંધ થાય તો યૂરોપ, અમેરિકા અને ગલ્ફ ક્ષેત્રને ફ્લાઈટ્સને લાંબો રૂટ લેવો પડશે. જેના કારણે યાત્રાનો સમય પણ વધી જશે. ભારતથી અમેરિકાની હવાઈ યાત્રાની વાત કરીએ તો તેનાથી સમય લગભગ ત્રણ કલાક વધી જશે.