નવી દિલ્હીઃ કોરોના સંકટનો સામો કરી રહેલ સમગ્ર વિશ્વ માટે રશિયાથી સારા સમાચાર સામે આવ્યા છે. જણાવીએ કે, રશિયાએ દાવો કર્યો છે કે, તેણે કોરોના વાયરસની વધુ એક રસી બનાવી લીદી છે. કોરોના વાયરસાના કેસમાં થઈ રહેલ વધારાની વચ્ચે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને જાહેરાત કરી છે કે રશિયા પોતાની બીજી કોરોના રસી EpiVacCorona’ ને રજિસ્ટર કરાવી લીધી છે અને સરકારે આ રસીને મંજૂરી આપી પણ દીધી છે. રશિયાના રાષ્ટ્રપતિએ કહ્યું કે, Sputnik V બાદ રશિયાએ શરૂઆતના ટ્રાયલ બાદ કોવિડ-19ની બીજી રસીને મંજૂરી આપી દીધી છે.

રશિયાના રાષ્ટ્રપતિએ એ પણ કહ્યું કે, હવે પ્રથમ અને બીજી રસીનું પ્રોડક્શન વધારવાની જરૂરતે છે. જણાવીએ કે, બીજી રસીને સાઇબેરિયા સ્તિતિ વેક્ટ ઇન્સ્ટિટ્યૂટે બનાવી છે જે પેપ્ટાઈડ પર આધારિત છે. કોરોનાના ચેપથી બચવા માટે રસીના બે ડોઝ આપવાની જરૂરત પડશે. આ અંદાજે 100 વોલન્ટિયર્સ પર પણ ટેસ્ટ કરવામાં આવી છે. જાણકારી અનુસાર આ રસીને બે મહિના સુધી ટ્રાયલ પણ કરવામાં આવ્યું અને બે સપ્તાહ પહેલા તેનો શરૂઆતનો અભ્યાસ પૂરો થયા બાદ હવે તેને મંજૂરી આપવામાં આવી છે. જોકે વૈજ્ઞાનિકએ આ અભ્યાસનું પરિણામ હજુ સુધી બહાર પાડ્યું નથી.