Russia Attack On Kherson: રશિયા અને યુક્રેન વચ્ચે 14 મહિનાથી ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે. બંને દેશોની સેનાઓ એકબીજા પર સતત હુમલા કરી રહી છે. દરમિયાન, રશિયન સેનાએ બુધવારે (3 મે) ના રોજ યુક્રેનના દક્ષિણ ખેરસૉન વિસ્તારમાં હુમલો કર્યો હતો. આ હુમલામાં યુક્રેનના 21 લોકોએ જીવ ગુમાવ્યા હતા. જ્યારે 48 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.
રશિયાના ખેરસૉન પર હુમલા બાદ યુક્રેનના અધિકારીઓએ શુક્રવાર (5 મે)થી આ વિસ્તારમાં કર્ફ્યુ લગાવવાનો નિર્ણય કર્યો છે. દક્ષિણ ખેરસૉનના મુખ્ય વિસ્તારો સિવાય રશિયાએ નજીકના બે ગામો પર પણ હુમલો કર્યો હતો. આ પહેલા બુધવારે પણ યુક્રેને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પર ઘાતક ડ્રોન હુમલો કર્યો હતો.
રશિયન હુમલા બાદ યુક્રેનના રાષ્ટ્રપતિ Volodymyr Zelenskyy એ કહ્યું હતું કે આ હુમલામાં એક રેલ્વે સ્ટેશન, રેલ્વે ક્રોસિંગ, ઘર, હાર્ડવેર સ્ટોર્સ, સુપરમાર્કેટ અને એક ગેસ સ્ટેશન ખરાબ રીતે નષ્ટ થયા હતા.
ગયા વર્ષે નવેમ્બરમાં રશિયન સેનાએ ખેરસૉન શહેરમાંથી પોતાના સૈનિકોને હટાવી લીધા હતા. ખેરસૉન શહેર દક્ષિણ યુક્રેનની સરહદ પર આવેલું છે. ટેલિગ્રામ પર માહિતી આપતા યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ કહ્યું હતું કે ખેરસૉન હુમલામાં અત્યાર સુધીમાં 21 લોકો માર્યા ગયા છે અને 48 ઘાયલ થયા છે.
યુક્રેનના રાષ્ટ્રપતિએ હુમલા સાથે સંબંધિત એક તસવીર જાહેર કરી
યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ પોતાના ટ્વિટર હેન્ડલ પર હુમલામાં નુકસાન પામેલા સુપરમાર્કેટની તસવીર પોસ્ટ કરી છે. તસવીરમાં જોઈ શકાય છે કે સુપરમાર્કેટના ફ્લોર પર મૃતદેહો અને ઘાયલ લોકો પડ્યા છે. તેમની આસપાસ કાટમાળ ફેલાયો હતો. તેના પર ઝેલેન્સકીએ કહ્યું કે દુનિયાને આ જોવાની અને જાણવાની જરૂર છે. રશિયાએ ખેરસૉન હુમલાને મોટો હુમલો ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે રશિયન હુમલામાં માર્યા ગયેલા 12 લોકો ખેરસૉન શહેરના હતા અને બાકીના આસપાસના ગામોના હતા.