નવી દિલ્હી- યૂક્રેનમાં ચાલી રહેલા યુદ્ધની વચ્ચે હવે રશિયા પણ વધુ આક્રમક મૂડમાં આવી ગયુ છે. રશિયા સતત સોશ્યલ મીડિયાના એક્સેસ પર પાબંદીઓ લગાવી રહ્યું છે. આવામાં હવે ત્યાંના યૂઝર્સ ઇન્સ્ટાગ્રામને એક્સેસ નહીં કરી શકે. રશિયાએ એવો આરોપ લગાવતા ઇન્સ્ટાગ્રામને બ્લૉક કર્યુ છે કે તેનો ઉપયોગ રશિયન સૈનિકો વિરુદ્ધ હિંસાને વધારવા માટે કરવામાં આવી રહ્યો છે.


આ પહેલા માર્ચની શરૂઆતમાં રશિયાએ ફેસબુક અને ટ્વીટર પર પાબંદી લગાવી હતી. રશિયાએ આ પગલુ ત્યારે યૂક્રેનમાં સૈન્ય અભિયાન વિશે ઉપલબ્ધ જાણકારીને નિયંત્રિત કરવા માટેના વ્યાપક પ્રયાસો અંતર્ગત ભર્યુ હતુ. મીડિયા રેગ્યૂલેટર Roskomnadzorએ પોતાના નિવેદનમાં કહ્યું કે તે ઇન્સ્ટાગ્રામના એક્સેસને બંધ કરી રહ્યાં છે કેમ કે પ્લેટફોર્મ રશિયન નાગરિકો અને સૈનિકો વિરુદ્ધ હિંસાને પ્રોત્સાહન આપી રહ્યું છે.  


ઇન્સ્ટાગ્રામ બેન કરવાનો ફેંસલો -
રશિયાએ ઇન્સ્ટાગ્રામ બેન કરવાનો ફેંસલો ત્યારે લીધો, જ્યારે ફેસબુકે હવે મેટા છે, એ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને લઇને નિયમોમાં ફેરફાર કર્યા હતા. મેટાએ પોતાના નિવેદનમાં હતુ કે યૂક્રેન પર રશિયાન હુમાલાનો વિરોધ કરતા તે હેટ સ્પીચ પૉલીસીમાં ફેરફાર કરી રહ્યું છે. આ અંતર્ગત રશિયાએ પોતાના યૂઝર્સને આ પરમીશન આપી દીધી કે તે સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર રાષ્ટ્રપતિ વિરુદ્ધ ખુલીને બોલી શકે છે.  


રશિયન યુવાઓ વચ્ચે લોકપ્રિયા છે ઇન્સ્ટાગ્રામ -
રશિયામાં ફેસબુક અને ઇન્સ્ટાગ્રામનો વ્યાપક પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે. રશિયન યુવાઓની વચ્ચે સૌથી લોકપ્રિય સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ છે. ઇન્સ્ટાગ્રામ બેનને લઇને Instagram ના હેડ Adam Mosseri એ ટ્વીટ કર્યુ- સોમવારે રશિયામાં ઇન્સ્ટાગ્રામને બ્લૉ કરી દેવામાં આવશે. આ ફેંસલો રશિયાના 80 મિલિયન એટલે કે 8 કરોડ લોકોને એકબીજાથી અને બાકી દુનિયાથી કાપી નાંખશે, કેમ કે રશિયાના 80 ટકા લોકો પોતાના દેશની બહાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટને ફોલો કરે છે, એ ખોટુ છે. 


આ પણ વાંચો......... 


Breakfast Tips: શું આપ રોજ નાસ્તામાં વ્હાઇટ બ્રેડ- બટર લો છો? તો સાવધાન, જાણી લો નુકસાન


Electric Cars: આ છે દેશની સૌથી સસ્તી ઈલેક્ટ્રિક કાર્સ, જાણો કિંમતથી લઈ રેન્જ સુધીની તમામ વિગત


દેશમાં સૌથી વધુ વેચાય છે આ કંપનીની કાર્સ, ચાલુ વર્ષે કરી શકે છે આટલા મોડલ લોન્ચ, જુઓ લિસ્ટ


ગુજરાતની આ સહકારી બેંકમાં નોકરી કરવી હોય તો અહીં કરો અરજી, અરજી કરવાનો આજે છેલ્લો દિવસ, જાણો વિગતે


ESIC Recruitment: લાખોમાં મેળવવા માંગો છો પગાર તો આજે જ કરો અહીં અરજી, વારંવાર નથી આવતો આવો મોકો


જો તમારે પ્રોફેસર બનવું હોય તો અહીં કરો અરજી, 25 માર્ચ છેલ્લી તારીખ, જાણો કેવી રીતે કરશો અરજી