વૉશિગ્ટન: અમેરિકાએ રશિયા પર ચૂંટણી સાથે જોડાયેલી વેબસાઈટો અને ઈમેલ સિસ્ટમ હેક કરી પોતાની રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં હસ્તક્ષેપ કરવાના આરોપને રશિયાએ ‘બકવાસ’ ગણાવ્યો છે. અમેરિકાના આતંરિક સુરક્ષા વિભાગ અને રાષ્ટ્રીય ગુપ્તચર નિદેશક દ્વારા જાહેર કરવામાં આવેલા એક સંયુક્ત નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ‘અમેરિકી ગુપ્તચર સમુદાય (યૂએસઆઈસી)ને પુરો ભરોસો છે કે હાલમાં અમેરિકી લોકો અને રાજનૈતિક સંગઠનો સહિત અમેરિકી સંસ્થાનોના ઈમેલ હેક કરવાનો આદેશ રશિયા સરકારે આપ્યો છે.


આ મુદ્દે આરોપ લગાવવામાં આવ્યો છે કે, હાલમાં ડીસીલીક્સ.કૉમ અને વિકીલીક્સ જેવી વેબસાઈટો સંબંધિત ઈમેલની કથિત હેકિંગ અને ગૂચીફર 2.0 ઑનલાઈન દ્વારા કરવામાં આવેલા હેકિંગનો ખુલાસાની રીત રશિયા દ્વારા આપવામાં આવેલા આદેશના પ્રયાસોની રીત તેમના સાથે મળતી આવે છે. નિવેદન અનુસાર, ‘આ ચોરી અને ખુલાસોનો ઈરાદો અમેરિકી ચૂંટણી પ્રક્રિયામાં હસ્તક્ષેપ કરવાનો છે.’