Russia in Space: અત્યારે સ્પેસમાં મોટી લડાઇ ચાલી રહી છે, સૌથી પહેલા ચંદ્રના દક્ષિણ ધ્રૂવ પર જવાની, એકબાજુ ભારત છે, તો બીજીબાજુ રશિયા. જોકે, ગઇકાલે રશિયા માટે એક મોટા આઘાતજનક સમાચાર આવ્યા કે, રશિયાનું મૂન મિશન લૂના-25 ફેઇલ થઇ ગયુ છે, આ પછી હવે દુનિયાની નજર ભારતના મૂન મિશન ચંદ્રયાન-3 પર ટકી છે. આ બધાની વચ્ચે એક સવાલે દરેકના મનમાં ઘર કર્યો છે કે, સ્પેસનું 'બાદશાહ' ગણાતુ રશિયા અચાનક કેમ સ્પેસમાં નબળુ પડી રહ્યું છે. જાણો શું છે આની પાછળની હકીકત. રશિયાને એક સમયે અવકાશમાં મહાસત્તા તરીકે દેખાતુ હતું. સ્પૂતનિકના રૂપમાં વિશ્વનો પ્રથમ ઉપગ્રહ છોડવાથી લઈને યૂરી ગાગરીનના રૂપમાં પ્રથમ માણસને અવકાશમાં મોકલવા સુધી, રશિયાએ આ મિશન દ્વારા અવકાશમાં પોતાનું વર્ચસ્વ સ્થાપિત કર્યું. જોકે હવે સમય બદલાઈ ગયો છે અને તેની અસર રશિયામાં પણ જોવા મળી રહી છે. તેના સ્પેસ મિશન હવે પહેલા જેટલા સફળ રહ્યા નથી.


રવિવાર રશિયા માટે ખરાબ સમાચાર લઈને આવ્યો. 47 વર્ષ પછી ચંદ્રની સપાટી પર પહોંચવાનું સપનું જોનાર રશિયાને જ્યારે તેનું લૂના-25 અવકાશયાન ચંદ્ર પર ઉતરતા પહેલા ક્રેશ થયું ત્યારે નિરાશ થઈ ગયું. આટલી લાંબી પ્રતીક્ષા પછી પણ રશિયાનું ચંદ્ર જીતવાનું સપનું અધૂરું રહી ગયું. આ જ કારણ છે કે હવે એવા સવાલો ઉઠી રહ્યા છે કે એક સમયે અંતરિક્ષ પર રાજ કરનાર રશિયાનું શું થયું કે તે આ ક્ષેત્રમાં પાછળ છે.


તાજેતરમાં જ રશિયાનું મિશન થયું છે ફેઇલ - 
સ્પેસ પૉલીસી ઓનલાઈન અનુસાર, લૂના-25 એકમાત્ર એવું મિશન નથી જેના કારણે રશિયા નિરાશ થયું છે. છેલ્લા 10થી 12 વર્ષોમાં રશિયાના આવા અનેક સ્પેસ મિશન થયા છે, જેની નિષ્ફળતાએ રશિયાની સ્પેસની શક્તિ પર સવાલો ઉભા કર્યા છે. ચાલો તમને રશિયાના કેટલાક મોટા અંતરિક્ષ મિશન વિશે જણાવીએ, જે નિષ્ફળ રહ્યાં છે. 


- ડિસેમ્બર 2012માં પ્રૉટોન બ્રિજ રૉકેટની અપર સ્ટેજ ફેઇલ થઇ ગયુ, આના કારણે રશિયા યમાન 402 કૉમ્યૂનિકેશન સેટેલાઇટ ઓર્બિટમાં પહોંચી ગયુ. 
- ફેબ્રુઆરી, 2013માં જેનિટ-3 એસએલ સી લૉન્ચ રૉકેટ દ્વારા Intelsat-27 કૉમ્યૂનિકેશન સેટેલાઇટને લૉન્ચ કરવામાં આવ્યુ. પણ ફર્સ્ટ સ્ટેજ હાઇડ્રૉલિક પમ્પ ફેઇલ થવાના કારણે સેટેલાઇટ તબાહ થઇ ગયો. 
- નવેમ્બર, 2017માં સોયૂજ રૉકેટ દ્વારા મોકલવામાં આવી રહેલા Meteor M2-1 વેધર સેટેલાઇટ અને 18 ક્યૂબસેટ ગાયબ થઇ ગયા. આના કારણે પ્રૉગ્રામિંગની ગરબડી થઇ. 
- ઓક્ટોબર, 2018માં ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) મોકલવામાં આવી રહેલા સોયૂજ એમએસ સ્પેસફ્લાઇટને લૉન્ચિંગના તરતજ પછી અબોર્ટ કરવું પડ્યુ. આના કારણે લૉન્ચ વ્હીકલ બૂસ્ટર ફેઇલ થવાનું હતુ, આમાં બે એસ્ટ્રૉનૉટ્સનો જીવ બચ્યા.
- ઓગસ્ટ, 2023 એટલે કે આ મહિને લૂના-25 મિશનને પણ ફેઇલ થતાં જોયુ છે. બતાવવામાં આવ્યુ છે કે, લૂના મિશન અંતર્ત લેન્ડર ચંદ્રની જમીન પર લેન્ડ કરવાના બદલે બેકાબૂ થઇને ચંદ્રમાની ધરતી સાથે ટકરાઇ ગયુ.  


સ્પેસમાં રશિયાએ કેવી રીતે ગુમાવી 'બાદશાહત' ?
રશિયા એક સમયે સોવિયેત સંઘનો મુખ્ય દેશ હતો. તે સમયે શીતયુદ્ધ ચાલી રહ્યું હતું અને સોવિયેત યૂનિયન દરેક ક્ષેત્રમાં અમેરિકાને હરાવવા માંગતું હતું. બંને વચ્ચે અવકાશ યુદ્ધ શરૂ થયું અને તેમાં અમેરિકા દરેક મોરચે હાર્યું. જોકે, 1991 માં સોવિયેત યૂનિયનના વિઘટન પછી વસ્તુઓ બદલાઈ ગઈ, કારણ કે દેશ આર્થિક અને રાજકીય ઉથલપાથલ વચ્ચે ફસાઈ ગયો હતો.


અવકાશમાં સામ્રાજ્ય ગુમાવવા પાછળનું સૌથી મોટું કારણ શસ્ત્રો પર થતો ખર્ચ છે. એક સમયે, રશિયાએ પોતાોના મોટાભાગના નાણાં અવકાશમાં રોક્યા હતા. શક્તિશાળી રૉકેટ અને સેટેલાઇટ તૈયાર કરવામાં આવ્યા હતા, પરંતુ 1991 પછી સુરક્ષા મોરચે વધુ પૈસા ખર્ચવા લાગ્યા. જે પૈસા એક સમયે સ્પેસ પ્રૉગ્રામમાં ખર્ચવામાં આવ્યા હતા. આજે તે હથિયારો બનાવવામાં કે સુરક્ષા માટે ખર્ચવામાં આવી રહ્યો છે.


રશિયાનું સ્પેસ બજેટ લગભગ 2 બિલિયન ડૉલરનું છે, જે તે તેની સ્પેસ એજન્સી રોસકૉસમોસ પર ખર્ચ કરે છે. બીજીબાજુ રશિયાનું સંરક્ષણ બજેટ 75 અબજ ડૉલરથી વધુ છે. આ સાબિત કરે છે કે રશિયાની પ્રાથમિકતા કઈ તરફ વળી છે. અવકાશમાં પાછળ રહેવાનું એક કારણ આવા સ્પેસ પ્રૉગ્રામ્સ છે, જે વાસ્તવિકતામાં હાંસલ કરવા ખૂબ મુશ્કેલ છે. ઉપરથી ભ્રષ્ટાચારે તેને અવકાશમાં પણ રોકી રાખ્યો છે.