Russia Ukraine War: રશિયા અને યૂક્રેન વચ્ચેના યુદ્ધને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. યૂક્રેને રશિયન સેનાને મોટો ફટકો આપ્યો છે. સમાચાર છે કે યૂક્રેનની સેના રશિયાની સરહદમાં ઘૂસીને કાર્યવાહી કરી રહી છે. યૂક્રેની સેના રશિયાના વિસ્તારમાં 30 કિલોમીટર સુધી ઘૂસી ગઈ છે. યૂક્રેનના સૈનિકો પણ ઈમારતો પર પોતાના દેશનો ધ્વજ લહેરાવી રહ્યાં છે. રશિયા માટે આને મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે. વળી, આ અંગે યૂક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સ્કી તરફથી સત્તાવાર નિવેદન પણ આવ્યું છે. તેમણે રશિયામાં યૂક્રેનિયન સેનાના પ્રવેશની પુષ્ટિ કરી છે.


રશિયાના રક્ષા મંત્રાલયે જાહેર કર્યુ નિવેદન 
રશિયાના સંરક્ષણ મંત્રાલય દ્વારા પણ એક નિવેદન બહાર પાડવામાં આવ્યું છે. રશિયાએ કહ્યું કે તેના દળોએ ટોલપિનો અને ઓબ્શ્ચી કોલોડેજ ગામો નજીક યૂક્રેનિયન સૈનિકો સાથે અથડામણ કરી હતી. વળી, યૂક્રેનના અધિકારીઓ ઘણા દિવસો સુધી આ સમાચાર વિશે મૌન રહ્યા. રશિયાની અંદર યૂક્રેનિયન સૈનિકોની તસવીરો, વીડિયો સામે આવ્યા બાદ જ આ નિવેદન જાહેર કરવામાં આવ્યું છે, કારણ કે આ ઘટનાને પુતિન માટે શરમજનક ગણાવવામાં આવી રહી છે, કારણ કે રવિવારે છઠ્ઠા દિવસે પણ રશિયન સેના યૂક્રેનિયન સૈનિકોને રોકી શકી નથી. આ પહેલીવાર છે જ્યારે યૂક્રેનની સેના કુર્સ્ક ઓપરેશન દ્વારા રશિયામાં પ્રવેશી છે. તે રશિયન સેના માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.


ઉતારીને ફેંકી દીધો રશિયાનો ઝંડો 
સોશિયલ મીડિયા પર આવા કેટલાક વીડિયો પણ સામે આવ્યા હતા, જેમાં બતાવવામાં આવ્યું હતું કે યૂક્રેનની સેનાના દળો રશિયન વિસ્તારના ગામમાં હસી રહ્યા છે. એક વીડિયોમાં, એક યૂક્રેનિયન સૈનિક તેના દેશનો ઝંડો ઇમારત પર લઈ જાય છે અને તેને દિવાલ પર ઊભેલા સાથી સૈનિકને સોંપે છે. સૈનિકો ઇમારત પર યૂક્રેનિયન ધ્વજ ફરકાવે છે. વીડિયોમાં યૂક્રેનના સૈનિકો પણ રશિયન ધ્વજને જમીન પર ફેંકતા જોવા મળે છે.


આ પણ વાંચો - 


Antarctica Alert: એન્ટાર્કટિકામાં રેકોર્ડતોડ ગરમી, વૈજ્ઞાનિકોએ જાહેર કર્યુ એલર્ટ, આખી દુનિયા માટે ખતરાની ઘંટડી


Haniyeh Killing: ઇસ્માઇલ હાનિયાના મોત પર પહેલીવાર બોલ્યુ સાઉદી આરબ, આપ્યુ મોટું નિવેદન