Ukraine Russia War: યૂક્રેન પર રશિયાના હુમલાથી સામાન્ય નાગરિકો પર થયેલી વિનાશકારી અસરની વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ જૉ બાયડેને પોતાના રશિયન સમકક્ષ વ્લાદિમીર પુતિનને ‘‘એક યુદ્ધ અપરાધી’ ગણાવ્યો. તેના આ નિવેદન પર તીખી પ્રતિક્રિયા વ્યક્ત કરતા રશિયાએ આને કોઇ રાષ્ટ્રાધ્યનુ અક્ષમ્ય નિવેદનબાજી ગણાવી દીધી.


બાયડેને વ્હાઇટ હાઉસમાં સંવાદદાતાઓને કહ્યું કે મને લાગે છે કે તે (પુતિન) એક યુદ્ધ અપરાધી છે. વ્હાઇટ હાઉસમાં બાઇડેને કહ્યું કે પુતિન એક ખૂની સરમુખત્યાર અને શુદ્ધ ઠગ છે જે યુક્રેનના લોકો સામે અનૈતિક યુદ્ધ ચલાવી રહ્યા છે. યુક્રેન પર રશિયાના હુમલા બાદ અમેરિકા સતત રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની નિંદા કરી રહ્યું છે. ભૂતકાળમાં આયર્લેન્ડના માઈકલ માર્ટિન સાથેની બેઠકમાં બાઇડેને કહ્યું હતું કે પુતિનની ક્રૂરતા અને તેની સેના યુક્રેનમાં જે કંઈ કરી રહી છે તે અમાનવીય છે. આ પછી વ્હાઇટ હાઉસની પ્રેસ સચિવ જેન સાકીએ કહ્યું કે મને લાગે છે કે રાષ્ટ્રપતિની ટિપ્પણીઓ જ પર્યાપ્ત છે, તે દિલથી વાત કરી રહી રહ્યાં હતા અને અમે ટેલિવિઝન પર જે બર્બર કાર્યવાહીને જોઇ, તે તેના આધાર પર બોલી રહ્યાં હતા. 


અગાઉ બાઇડેને પુતિનને યુદ્ધ અપરાધી ગણાવ્યા હતા તેના જવાબમાં રશિયાએ બાઇડેનના નિવેદનને સંપૂર્ણપણે અસ્વીકાર્ય અને અક્ષમ્ય ગણાવ્યું હતું.


આ પણ વાંચો........ 


Ukraine-Russia War: 22 દિવસના યુદ્ધમાં રશિયાને આટલું નુકસાન થયું, જાણો યુક્રેને કેટલા સૈનિક માર્યાનો દાવો કર્યો


અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડનની જીભ લપસી, કમલા હેરીસને પોતાની પત્ની કહ્યાં, પછી શું થયું જુઓ વીડિયો


સાયકલ ચલાવતાં આ છોકરાએ સેકન્ડોમાં સોલ્વ કરી રુબિક ક્યુબ પઝલ, ગિનીસ બુકમાં નામ નોંધાયું, જુઓ વીડિયો


ભારતીય સેનામાં ભરતી બહાર પડી, 10મું પાસ પણ કરી શકે છે અરજી, પગાર 55 હજારથી વધુ


CISCE Board ISC Term 2 Exam 2022: ICAC ટર્મ 2 ની પરીક્ષાનું સમયપત્રક બદલાયું, જાણો નવા સમયપત્રક વિશે


આ ભારતીય કંપની મહિલા કર્મચારીઓની સંખ્યા વધારશે, કુલ કર્મચારીઓમાં મહિલાઓની સંખ્યાના 50% કરશે