Russia Ukraine Conflict : રશિયા અને યૂક્રેન યુદ્ધ વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. ફેસબુક (Facebook), ટ્વીટર (Twitter) અને ગૂગલ (Google) જેવી કેટલીય અન્ય ટેક કંપનીઓ યૂક્રેન પર હુમલા બાદ રશિયામાં સતત પ્રતિબંધ લગાવી રહી છે. આ બધાની વચ્ચે શુક્રવારે રશિયાએ મોટો ફેંસલો કર્યો છે. ફેસબુક અને અન્ય બીજી મીડિયા વેબસાઇટ્સના એક્સેસ પર સરકારે રોક લગાવી દીધી છે. એટલે કે શુક્રવારે રશિયામાં એક્સેસેબલ ન હતી. લોકો તેને ઓપન ન હતા કરી શકતા. મૉનિટરિંગ ઓથોરિટી ગ્લૉબલચેક (GlobalCheck)એ પણ માન્યુ કે મોટાભાગની વેબસાઇટ્સ ડાઉન હતી. આ વેબસાઇટ્સ સાથે જોડાયેલા પત્રકારે બતાવ્યુ કે તેને બ્લૉકને લઇને કોઇ સૂચના પણ પહેલાથી ન હતી આપવામાં આવી.
સ્વતંત્ર મીડિય પર દબાણનો આરોપ -
ગયા અઠવાડિયે યૂક્રેન પર મૉસ્કોના આક્રમણ બાદથી, રશિયન અધિકારીઓએ સ્વંતંત્ર મીડિયા વિરુદ્ધ દબાણ વધારી દીધુ છે. દેશમાં પ્રેસની સ્વતંત્રતા પહેલાથી જ ઝડપથી ઘટી રહી હતી. રેડિયો અને ટીવી ચેનલો પર કેટલીક પાબંદી આ સપ્તાહથી લાગી હતી. રશિયાના અભિયોજનક જનરલે દેશના એક વીડિયો સ્ટેશન અને એક ટીવી ચેનલ સુધી લોકોની પહોંચને સિમીત કરી દીધી હતી.
કેટલાક મીડિયા હાઉસ પર પણ પાબંદી-
ક્રેમલિન અનુસાર, પાડોશી યૂક્રેનમાં કાર્યવાહી એક સૈન્ય અભિયાન છે, આક્રમણ નથી. આ રશિયાને પશ્ચિમી દુશ્મનોને નરસંહારથી બચાવવા માટે કરવામા આવ્યુ છે. ઉલ્લેખનીય છે કે, ડઝનેક મીડિયાકર્મીઓ અને આઉટલેટ્સ જેમાં Dozhd પણ સામેલ છે, તેને હાલમાં જ અધિકારીઓ દ્વારા "વિદેશી એજન્ટ" નામિત કરવામાં આવ્યા હતા.
ટેક કંપનીઓ પણ લગાવી રહી છે રશિયા પર રોક -
ખરેખરમાં, ગૂગલ અને ફેસબુક જેવી કંપનીઓ સતત રશિયા યૂક્રેન યુદ્ધ બાદથી ત્યાં પ્રતિબંધો લગાવી રહી છે. ફેસબુક અને ગૂગલે પોતાના પ્લેટફોર્મ પર કોઇપણ રશિયન કંપની કે મીડિયા હાઉસની કન્ટેનન્ટથી પૈસા કમાવવા પર રોક લગાવી દીધી છે.
આ પણ વાંચો.......
RBIમાં નોકરી મેળવવાની શાનદાર તક, 905 જગ્યા માટે ભરતી બહાર પડી, જલ્દી કરો અરજી
બૉલીવુડની સુપર હૉટ એક્ટ્રેસને લાગ્યો કોરોનાનો ચેપ, બહેને આપી જાણકારી
SIDBI માં ગ્રેડ A ની બમ્પર પોસ્ટ માટે ભરતી બહાર પડી, અરજી પ્રક્રિયા 4 માર્ચથી શરૂ થઈ
Russia-Ukraine War: કારમાં લાગેલા કેમેરામાં કેદ થયો મિસાઇલ હુમલાનો Live Video
Tips: ડિજીટલ ડૉક્યૂમેન્ટમાં પણ આ આસાન ટ્રિકથી કરી શકો છો e-Sign, જાણો શું છે સ્ટેપ્સ...........