Russia School Firing: સોમવારે મધ્ય રશિયામાં એક શાળામાં જોરદાર ગોળીબાર થયો હતો, જેમાં અનેક વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા. તે જ સમયે ગોળીબાર કરનાર વ્યક્તિએ પણ ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી. રશિયાની મીડિયા સંસ્થા RT અનુસાર, સોમવારે ઇઝેવસ્ક શહેરની એક શાળામાં થયેલા ગોળીબારમાં 13 લોકો માર્યા ગયા અને અનેક ઘાયલ થયા.


શંકાસ્પદ વ્યક્તિએ કાળી ટી-શર્ટ પહેરેલી હતી


મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પીડિતોમાંથી 7 શહેરની શાળા નંબર 88ના વિદ્યાર્થીઓ હતા. રશિયાની તપાસ સમિતિએ કહ્યું કે હુમલા બાદ બંદૂકધારીએ આત્મહત્યા કરી લીધી. તેની ઓળખ કરવામાં આવી રહી છે. શંકાસ્પદ વ્યક્તિએ સ્કી માસ્ક અને  કાળા રંગનું ટી-શર્ટ પહેર્યું હોવાનું કહેવાય છે.



રિપબ્લિક ઓફ ઉદમુર્તિયાના ગવર્નર એલેક્ઝાન્ડર બુરચાલોવના જણાવ્યા અનુસાર, પીડિત પૈકી એકની ઓળખ શાળાના સુરક્ષા ગાર્ડ તરીકે કરવામાં આવી છે. "આજે ઉદમુર્તિયામાં એક દુર્ઘટના બની," તેમણે પત્રકારોને જણાવ્યું તે જ સમયે, શિક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, જે શાળામાં ફાયરિંગ થયું હતું તે શાળાને ખાલી કરાવવામાં આવી છે.


ઇઝેવસ્ક શહેરમાં 6  લાખથી વધુ લોકો રહે છે


ઘટનાસ્થળના ફૂટેજમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો ઈમારતમાંથી ભાગતા જોવા મળ્યા હતા. આ સાથે જ પીડિતોને સ્ટ્રેચર પર એમ્બ્યુલન્સમાં લઈ જવામાં આવી રહ્યા છે. વર્ગખંડની અંદરના ફોટા જ્યાં વિદ્યાર્થીઓએ શૂટિંગ દરમિયાન પોતાને બેરિકેડ કર્યા હતા તે પણ ઓનલાઈન દેખાયા હતા. રશિયન ગણરાજ્ય ઉદમુર્તિયાની રાજધાની ઇઝેવસ્કમાં 630,000 લોકો રહે છે.


Market Update: સપ્તાહના પહેલા દિવસે જ શેર બજારમાં કડાકો


સ્થાનિક શેરબજારમાં ઘટાડાનો દોર યથાવત છે અને જે રેડ ઝોનમાં સવારે કારોબાર શરૂ થયો હતો તેમાંથી હજુ બહાર આવી શક્યું નથી. સેન્સેક્સ અને નિફ્ટી તેમના મહત્વના સ્તરોથી તૂટી ગયા છે અને બજારમાં ચારેબાજુ વેચવાલી જોવા મળી રહી છે. માત્ર અમુક ક્ષેત્રોમાં જ તેજી જોવા મળી છે. આજે -953.70 પોઈન્ટના ઘટાડા સાથે સેન્સેક્સ 57,145.22 પર બંધ રહ્યો છે જ્યારે નિફ્ટ પણ -311 પોઈન્ટના ઘટાડા સાથે 17016.30 પર બંધ રહ્યો છે.


4 દિવસમાં 14 લાખ કરોડનું નુકસાન!


મુંબઈ સ્ટોક એક્સચેન્જનું માર્કેટ કેપિટલાઇઝેશન શુક્રવારે રૂ. 276.65 લાખ કરોડ હતું, જે સોમવારે ટ્રેડિંગ શરૂ થયાના થોડા કલાકોમાં ઘટીને રૂ. 269.86 લાખ કરોડ થઈ ગયું હતું. એટલે કે રોકાણકારોને લગભગ 7 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. તમને જણાવી દઈએ કે 20 સપ્ટેમ્બર, 2022 ના રોજ, બજાર છેલ્લી વખત ઝડપી ગતિએ બંધ થયું હતું, તે દિવસે માર્કેટ કેપ 283.32 લાખ કરોડ રૂપિયા હતું. આનો અર્થ એ થયો કે રોકાણકારોએ માત્ર ચાર ટ્રેડિંગ સેશનમાં 13.50 લાખ કરોડ રૂપિયા ગુમાવ્યા છે.