રશિયાએ તૈયાર કરેલી વેક્સીનને રજિસ્ટર્ડ કરવા માટે તમામ તૈયારી થઈ ગઈ છે. મીડિયાના અહેવાલો પ્રમાણે રશિયા વેક્સીનનું 12મી ઓગસ્ટે રજિસ્ટર કરાવશે. રજિસ્ટર્ડ થયા બાદ રશિયા કોરોના મહામારી સામે લડવા માટે રસી તૈયાર કરનારો પ્રથમ દેશ બની જશે.
રશિયાની આ કોરોના રસીને અન્ના પાપોવા નામની વોચડોગ સંસ્થા દ્વારા મંજૂરી આપવામાં આવી છે. પરંતુ નિષ્ણાંતોએ જે રીતે રસી તૈયાર કરવા માટે ફાસ્ટ ટ્રેક અભિગમ અપનાવવામાં આવ્યો છે તેની ટીકા કરી છે.
વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા પણ રશિયાને કોરોના રસી નિશ્ચિત ગાઈડલાઈન્સ પ્રમાણે, સલામત અને અસરકારક બની રહે તે રીતે વિકસાવવાની કડક સલાહ આપવામાં આવી હતી. આ દરમિયાન લંડનમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના ચેપના નવા એક હજાર કરતાં વધારે કેસ નોંધાયા છે.