રશિયાની કોરાનાની રસી તૈયાર, 12 ઓગસ્ટે થશે રજિસ્ટ્રેશન, જાણો ક્યાં સુધીમાં બજારમાં આવી જશે ?
એબીપી અસ્મિતા વેબ ટીમ | 09 Aug 2020 11:49 AM (IST)
રશિયાનો દાવો છે કે, Gam-Covid-Vac Lyo નામની વેક્સીન ક્લિનિકલ ટ્રાયલમાં 100 ટકા સફળ રહી છે. વોલન્ટિયર્સમાં વાઈરસ વિરુદ્ધ ઈમ્યુનિટી વિકસિત થઈ હતી.
નવી દિલ્હી: દુનિયાભરના દેશમાં કોરોના વાયરસનો પ્રકોપ યથાવત છે ત્યારે રશિયાએ કોવિડ-19ની વેક્સિન તૈયાર કરી લીધો હોવાનો દાવો કર્યો છે. રશિયાની પુતિન સરકારનો દાવો છે કે, તેણે દુનિયાની પ્રથમ કોવિડ-19 વેક્સીન તૈયાર કરી લીધી છે, મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વેક્સીનનું રજિસ્ટ્રેશન 12 ઓગસ્ટે થશે. ખાસ વાત તો એ છે કે, વેક્સીનનું ત્રીજા તબક્કાનું ટ્રાયલ ચાલી રહ્યું છે. રશિયાનો દાવો છે કે, Gam-Covid-Vac Lyo નામની વેક્સીન ક્લિનિકલ ટ્રાયલમાં 100 ટકા સફળ રહી છે. વોલન્ટિયર્સમાં વાઈરસ વિરુદ્ધ ઈમ્યુનિટી વિકસિત થઈ હતી. Gam-Covid-Vac Lyo નામની આ વેક્સીનને રશિયાના રક્ષા મંત્રાલય અને ગામાલેયા નેશનલ સેન્ટર ફોર રિસર્ચ ઓન એપિડિમિયોલોજી એન્ડ માઈક્રોબાયોલોજીએ તૈયાર કરી છે. રશિયા સરકારનો દાવો છે કે, વેક્સીન 12 ઓગસ્ટે રજિસ્ટર થઈ જશે, સપ્ટેમ્બરમાં તેનું માસ પ્રોડક્શન શરુ થઈ જશે અને ઓક્ટોબરથી દેશભરમાં રસીકરણ શરુ કરી દેવામાં આવશે. જોકે, WHOએ રશિયાની વેક્સીન પર અનેક શંકા વ્યક્ત કરી છે. WHO વેક્સીનના ત્રીજા ચરણને લઈ ચિંતિત છે. કારણ કે તેને ત્રીજા ચરણ માટે લાયસન્સ વગર તૈયાર કરવામાં આવી છે. રશિયાના વેજ્ઞાનિકોનું કહેવું છે કે, વેક્સીનજ જલ્દીજ તૈયાર કરી લેવામાં આવી હતી, કારણ કે આ પહેલાથી જ આ પ્રકારની અન્ય બીમારીઓ સામે લડવામાં સક્ષમ છે. આ દ્રષ્ટિકોણ અન્ય દેશો અને કંપનીઓનો છે. રશિયાના રક્ષા મંત્રાલયનું કહેવું છે કે, રશિયન સૈનિકોએ હ્મુમન ટ્રાયલમાં વોલિન્ટિયર્સ તરીકે કામ કર્યું છે. દાવો છે કે, આ પ્રોજેક્ટના નિદેશક અલેક્ઝેન્ડર ગિન્સબર્ગે ખુદ આ વેક્સીન લીધી છે.