Heart Surgery in Darkness: ડૉક્ટરોને કંઈ એમ જ ભગવાનનો બીજા અવતાર નથી કહેવામાં આવતા. કારણ કે તેમના શરણમાં આવ્યા બાદ જ આશા ફળે છે. આવો જ એક કિસ્સો યુદ્ધગ્રસ્ત યુક્રેનમાંથી સામે આવ્યો છે. અહીં હજુ પણ રશિયન સૈનિકોનું આક્રમણ ચાલુ છે. યુક્રનમાં બે ડોક્ટર્સ એવા છે જે હોસ્પિટલ એક નાનકડા ભુલકાનો જીવ બચાવવા આકાશ પાતાળ એક કરી નાખ્યું હતું. અને તે પણ ત્યારે જ્યારે રશિયન સૈનિકોએ ત્યાં અંધારપટ કરી નાખ્યો છે.


આ કિસ્સો યુક્રેનની એક હોસ્પિટલનો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ઘટના 24 નવેમ્બરનો છે. એક મહિલાએ આ વીડિયો શેર કરતી વખતે જણાવ્યું હતું  કે, આખરે આ કઈ રીતે શક્ય બન્યું. તેમણે કહ્યું હતું કે, રશિયાએ કિવ પર મિસાઈલ વડે હુમલો કર્યો હતો જેના કારણે કિવ હાર્ટ ઈન્સ્ટિટ્યૂટની વિજળી ગુલ થઈ ગઈ હતી. બરાબર આ જ સમયે ડૉક્ટરો બાળકની સર્જરી કરી રહ્યાં હતા.


લાઈટ જતા જ સર્જરી દરમિયાન હોબાળો મચી ગયો હતો પરંતુ ડોકટરોની ટીમે હાર ન માનતા ઈમરજન્સી લાઇટની મદદથી બાળકની સર્જરી પૂરી કરી હતી. આ ઘટનાને લઈને એક ડોક્ટરે જણાવ્યુ હતું કે, અમારે આ રીતે અંધારામાં જ સર્જરી કરવી પડી રહી છે કારણ કે અચાનક લાઈટ જતી રહી હતી અને અંધારું થઈ ગયું. અમે ઓપરેશનને કંઈ અધવચ્ચે રોકી ના શકીએ. જેથી ઇમરજન્સી લાઇટની મદદથી સર્જરી પુરી કરવામાં આવી હતી. ડોક્ટર્સે ટોણો મારતા રશિયાને કહ્યું હતું કે, સેલિબ્રેટ કરો, તમે ખુબ જ સારું કામ કરી રહ્યા છો.


એક હકીકત એ પણ છે કે, રશિયન મિસાઇલોએ લગભગ આખા યુક્રેનમાં વિજળીનો પુરવઠો નષ્ટ કરી દીધો છે. લગભગ એક કરોડ લોકો વીજળી વિના જીવવા મજબૂર બન્યા છે. હવે એક એવો પણ મામલો સામે આવ્યો છે જે સોશિયલ મીડિયા દ્વારા આખી દુનિયામાં ફેલાઈ ગયો છે. લોકો આ મામલે પ્રતિક્રિયા આપી રહ્યા છે અને રશિયન સૈનિકોને કહી રહ્યા છે કે કમ સે કમ માનવતાને બક્ષી દો. 


યૂક્રેન યુદ્ધમાં રશિયાની નવી ચાલ, ખેરસૉન પર અચાનક બૉમ્બમારો કરીને કરી દીધુ આટલુ બધુ નુકશાન


દુનિયામાં અત્યારે એકબાજુ મંદી, આર્થિક કટોકટી અને કોરોનાની સ્થિતિ છે, ત્યારેબીજી બાજુ મહાસત્તા રશિયા વધુ આક્રમક થઇ રહી છે. રશિયા અને યૂક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં નવો વળાંક આવ્યો છે, રશિયાએ થોડાક દિવસો પહેલા યૂક્રેનના ખેરસૉન પર હુમલો કર્યો હતો, પરંતુ આ હુમલામાં યૂક્રેની સેનાએ રશિયન સેનાને પરાજિત કરીને ખેરસૉનને છોડાવી લીધુ હતુ. આ ખેરસૉનમાં મળેલી હારથી હવે રશિયા ગિન્નાયુ છે. રશિયાએ ફરી એકવાર પોતાની સેનાને યૂક્રેન પર તાબડતોડ હુમલો કરવા માટે છુટ આપી દીધી છે, અને આ પછી રશિયન સેનાએ ખેરસૉન પર ભયંકર બૉમ્બમારો કરીને 15થી નાગરિકોને મોતને ઘાટ ઉતારી દીધા છે, એટલુ જ નહીં 60 થી 70 ઘરોમાં વીજળી ગુલ કરી દીધી છે.