Ukrainian Court Sentences Russian Soldier: યુક્રેનની એક કોર્ટે દેશના એક નાગરિકની હત્યા કરવાના કેસમાં 21 વર્ષિય રશિયન સૈનિકને ઉમ્ર કેદની સજા સંભળાવી છે. યુક્રેન પર રશિયાના આક્રમણ થયા બાદ યુદ્ધ અપરાધોને લઈને પહેલા કેસમાં આ સજા આપવામાં આવી છે. રશિયન સૈનિક સાર્જેન્ટ વાદિમ શિશિમારિન (Vadim Shishimarin) ઉપર યુદ્ધના શરુઆતના દિવસોમાં ઉત્તર-પૂર્વ બોર્ડર વિસ્તારના એક ગામમાં એક યુક્રેનના નાગરિકની ગોળી મારીને હત્યા કરવાનો આરોપ છે.


રશિયન સૈનિકે પોતાનો ગુનો સ્વીકાર કરી લીધો છે અને નિવેદન આપ્યું છે કે, યુક્રેનના નાગરિકને તેણે એટલા માટે ગોળી મારી કારણ કે તેને આવું કરવા માટે આદેશ આપવામાં આવ્યો હતો. તેણે કોર્ટને જણાવ્યું કે, એક અધિકારીએ તેને કહ્યું કે, યુક્રેનનો નાગરિક પોતાના મોબાઈલ ફોન પર વાત કરી રહ્યો છે અને તે રશિયન સૈનિકો જે જગ્યા પર છે તેની જાણકારી યુક્રેનની સેનાને આપી શકે છે.


યુક્રેન ઘણા યુદ્ધ ગુનાઓની તપાસ કરી રહ્યું છેઃ
રશિયન સૈનિક સાર્જેન્ટ વાદિમ શિશિમારિનને યુક્રેનના નાગરિક એલેક્ઝેન્ડર શેલીપોવની હત્યા કરવા માટે આજીવન કારાવાસની સજા સંભળાવવામાં આવી છે. યુદ્ધના અપરાધોને લઈને થયેલા પહેલા કેસમાં આ સજા આપવામાં આવી છે. યુક્રેન દ્વારા હાલ ઘણા કથિત યુદ્ધ અપરાદોની તપાસ કરવામાં આવી રહી છે.


62 વર્ષીય વૃદ્ધ નાગરિકની કરાઈ હતી હત્યાઃ
સજા સંભળાવતાં ન્યાયાધીશ સેરહી અગાફોનોવે કહ્યું કે, 28 ફેબ્રુઆરીના દિવસે ટેન્ક કમાન્ડર વાદિમ શિશિમારિને એક સ્વચાલિત હથિયારથી 62 વર્ષીય વૃદ્ધ યુક્રેનિયન નાગરિકના માથામાં ઘણી ગોળીઓ ચલાવી હતી અને હત્યા કરી હતી. રશિયન સૈનિક વાદિમ શિશિમારિ સામે 13 મેના રોજ સુનાવણી શરુ થઈ હતી અને હવે તેને આજીવન કારાવાસની સજા આપવામાં આવી છે.


આ પણ વાંચોઃ


PM Modi Japan Visit: મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ ટ્રેનનો ઉલ્લેખ કરી શું બોલ્યા પીએમ મોદી ? વાંચો સંબોધનની ખાસ વાતો