PM Modi Japan Visit 2022: PM મોદી જાપાનના પીએમ કિશિદાના આમંત્રણ પર ટોક્યો પહોંચ્યા છે. બે દગિવસના પ્રવાસ દરમિયાન પીએમ મોદી અહીં ક્વાડ સમિટમાં પણ ભાગ લેશે. જાપાનમાં લગભગ 40 કલાકના રોકાણ દરમિયાન વડાપ્રધાન મોદી વિશ્વના ત્રણ નેતાઓ સાથે મુલાકાત સહિત 23 કાર્યક્રમોમાં ભાગ લેશે. પીએમ મોદી 24 મેના રોજ ટોક્યોમાં ક્વાડ સમિટમાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેન અને ઓસ્ટ્રેલિયા અને જાપાનના વડાપ્રધાનો સાથે જોડાશે. તેઓ 36થી વધારે જાપાનીઝ સીઇઓ અને સેંકડો ભારતીય પ્રવાસી સભ્યો સાથે વાતચીત કરશે.
ટોક્યોમાં ભારતીય સમુદાય દ્વારા પ્રધાનમંત્રીનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. લોકોએ કહ્યું કે અમે જાપાનમાં પીએમ મોદીનું સ્વાગત કરતા ખૂબ જ ખુશ છીએ. તેમની ઊર્જા ઉત્તમ હોય છે. તેઓએ આપણને બધે જ ગર્વ અપાવ્યો છે. ભારતીય સમુદાયના લોકોએ પીએમ મોદી માટે 'ભારત મા કા શેર'ના નારા પણ લગાવ્યા.
પાંચમા ધોરણના વિદ્યાર્થી વિજુકીએ કહ્યું, "હું વધારે હિન્દી બોલી શકતો નથી, પરંતુ હું સમજી શકું છું. પીએમે મારો મેસેજ વાંચ્યો અને મને તેમનો ઓટોગ્રાફ પણ મળી ગયો, હું ખુશ છું.