Russia Ukraine War: રશિયા અને યૂક્રેન વચ્ચેનું યુદ્ધ દિવસે દિવસે ભયાનક અને ખતરનાક બની રહ્યું છે, દુનિયાના અન્ય દેશો માત્ર આ યુદ્ધને જોઇ રહ્યાં છે, પરંતુ અટકાવી નથી શકતા, અત્યારે રશિયાએ યૂક્રેનની સ્થિતિ એકદમ બદતર કરી નાંખી છે, યુદ્ધમાં ના વ્લાદિમીર પુતિન (Vladimir Putin) પીછેહઠ કરી રહ્યાં છે, ના તો યૂક્રેનના રાષ્ટ્રપતિ વોલિદિમીર ઝેંલેન્સ્કી (Volodymyr Zelensky) ઝૂકી રહ્યાં છે. આ બધાની વચ્ચે એક ડરાવની અને ભયાનક તસવીરો સામે આવી છે. એવી કબર મળી છે જેમાંથી 17 યૂક્રેની સૈનિકોની બૉડી મળી આવી છે. આ કબર યૂક્રેનના અધિકારીઓએ ખોદી છે.  


6 મહિના પહેલા થયા હતા મોત -
યૂક્રેની અધિકારીઓ અનુસાર, લગભગ છ મહિના પહેલા રશિયન સેના સાથેની લડાઇમાં 17 યૂક્રેનની સૈનિકોના મોત થયા હતા અને તેમના મૃતદેહોને અહીં કબરમાં દફનાવી દેવામાં આવ્યા હતા. ફૉરેન્સિક તપાસ અધિકારીઓએ બતાવ્યુ કે, એપ્રિલમાં લુહાન્સ્ક વિસ્તારની સાથે ખારકીવ સરહદ પર બોરોવાની પાસે રશિયન હુમલામાં આ લોકો માર્યા ગયા હતા. 


તેમને વધુમાં બતાવ્યુ કે, આ વિસ્તારમાં અત્યારે યૂક્રેની સેનાએ રશિયા પાસેથી પાછુ મેળવી લીધુ છે. સ્થાનિક લોકોએ યૂક્રેનના અધિકારીઓને દફન સ્થળ વિશે સૂચિત કર્યુ હતુ. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કબર પર કોઇપણ પ્રકારના ચિન્હ પણ ન હતા લગાવવામા આવ્યા અને મૃતદેહોને દફનાવતા પહેલા લપેટાયા પણ નહતા. 


તપાસ કર્તાઓએ સુરક્ષા કારણોસર આ સાઇટને ખોદવા માટે વરસાદી સિઝનને પસંદ કરી, અને તેમને એ પણ બતાવ્યુ કે, આ સાઇટ માત્ર ચાર કિલોમીટર દુર જ રશિયાની સેના પણ હાજર હતી. તેમને બતાવ્યુ કે - 13 એપ્રિલ, 2022 એ અમારા લડાકૂ યોદ્ધાઓ માર્યા ગયા હતા, અને તેમને આ જગ્યા પર દફનાવી દેવામાં આવ્યા હતા. અહીં યૂક્રેની સશસ્ત્ર દળોના લગભગ 17 લડાકૂઓના મૃતદેહો છે. સ્થાનિક લોકોએ જ તેમને અહીં દફનાવ્યા અને તેમની કબરની દેખરેખ કરી રહ્યાં હતા. 


 


Russia Ukraine War: રશિયાનો આરોપ – ડર્ટી બોમ્બ ફેંકી શકે છે યુક્રેન, જાણો કેટલો ખતરનાક છે Radioactive Dirty Bomb


Russia Ukraine Conflict:  આખી દુનિયાની નજર રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધ પર ટકેલી છે. આ યુદ્ધને આઠ મહિના થઈ ગયા છે.  દરેક પસાર થતા દિવસ સાથે આ બંને દેશો વચ્ચે ચાલી રહેલું યુદ્ધ ભયાનક બની રહ્યું છે. યુદ્ધને રોકવાનો રસ્તો ન તો વાતચીત દ્વારા નીકળી રહ્યો છે અને ન તો આંતરરાષ્ટ્રીય હસ્તક્ષેપ દ્વારા. બંને દેશો એકબીજા પર યુદ્ધ વધારવાનો આરોપ લગાવી રહ્યા છે. આ ક્રમમાં હવે રશિયાએ યુક્રેન પર પોતાની ધરતી પર રેડિયોએક્ટિવ ડર્ટી બોમ્બ વિસ્ફોટ કરવાની યોજનાનો આરોપ લગાવ્યો છે. રશિયન સંરક્ષણ પ્રધાન સેરગેઈ શોઇગુએ રવિવારે નાટો દેશો સાથે યુક્રેન યુદ્ધમાં "બગડતી પરિસ્થિતિ" પર ચર્ચા કરી, યુક્રેન પર રેડિયોએક્ટિવ ડર્ટી બોમ્બ વિસ્ફોટ કરવાની યોજના હોવાનો આરોપ મૂક્યો. જોકે, તેમની પાસે પોતાની વાત સાબિત કરવા માટે કોઈ નક્કર પુરાવા નહોતા. 


શોઇગુએ જણાવ્યું હતું કે યુક્રેન રેડિયોએક્ટિવ ડર્ટી બોમ્બ વિસ્ફોટ કરીને બંને દેશો વચ્ચે સંઘર્ષ વધારી શકે છે. યુક્રેન પોતાની ધરતી પર આ બોમ્બ છોડીને આંતરરાષ્ટ્રીય મંચ પર રશિયાને બદનામ કરવાનો પ્રયાસ કરશે. ડર્ટી બોમ્બ અણુ બોમ્બ જેવો જ હોય ​​છે, કારણ કે તેના વિસ્ફોટથી કિરણોત્સર્ગી કચરો પણ બહાર આવે છે. તેનો વિસ્ફોટ અણુ બોમ્બ જેટલો વિનાશક નથી, પરંતુ તે મોટા પાયે રેડિયેશન ફેલાવે છે.