Russia Ukraine War Live Updates: બાઈડેનનો પુતિન પર પ્રહાર, કહ્યું- રશિયાએ લોકશાહીનું ગળું દબાવ્યું, તેઓ માત્ર જુઠ્ઠું બોલે છે

Russia Ukraine War: યુક્રેન પર સતત હુમલાઓ વચ્ચે, રશિયા પર તમામ પ્રતિબંધો લાદવામાં આવ્યા છે, પરંતુ કંઈ પરિણામ આવ્યું નથી.

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 27 Mar 2022 10:29 AM
ટેંકો, વિમાનો વિના શહેરોને બચાવવા અશક્ય

રશિયાના હુમલા વચ્ચે, રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ કહ્યું છે કે યુક્રેનિયન સેના પાસે વધારાની ટેન્ક અને વિમાનો ન હોય તો મારિયુપોલને બચાવવું અશક્ય છે. યુક્રેન શોટગન અને મશીનગન વડે રશિયન મિસાઇલોને તોડી શકે નહીં.

બાઈડેને પુતિનની નિંદા કરી

અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેને રશિયાના વ્લાદિમીર પુતિનની નિંદા કરી છે. તેમણે કહ્યું કે વિશ્વને ઉદાર લોકશાહી માટે ક્રૂર નિરંકુશ શાસકોની જરૂર નથી. તેમણે યુરોપની ચાર દિવસીય મુલાકાત દરમિયાન કહ્યું કે ભગવાનની ખાતર આ માણસ સત્તામાં રહી શકે નહીં.

યુક્રેનમાં 16,400 રશિયન સૈનિકો માર્યા ગયા

ધ કિવ ઈન્ડિપેન્ડન્ટના ટ્વીટ મુજબ, અત્યાર સુધીમાં યુક્રેન 16,400 રશિયન સૈનિકોને મારી નાખ્યું છે. જ્યારે 117 વિમાનો, 127 હેલિકોપ્ટર, 575 ટેન્ક, 293 આર્ટિલરી, 1640 બખ્તરબંધ વાહનો, 91 એમએલઆરએસ અને 7 બોટનો નાશ કરવામાં આવ્યો છે. આ સિવાય 56 UAV, 51 એન્ટી એરક્રાફ્ટ વોરફેર, 2 સ્પેશિયલ ઇક્વિપમેન્ટ, 1,131 વાહનો, 73 ઇંધણ ટેન્ક પણ નાશ પામી છે.

બ્રેકગ્રાઉન્ડ

Russia Ukraine War: રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને એક મહિનો થઈ ગયો છે. 32 દિવસથી ચાલી રહેલા આ યુદ્ધમાં હજારો લોકોએ જીવ ગુમાવ્યા છે. તે જ સમયે, લાખો લોકો તેમના પરિવારનો જીવ બચાવવા માટે પડોશી દેશોમાં સ્થળાંતર કરી ગયા છે. યુક્રેન પર સતત હુમલાઓ વચ્ચે, રશિયા પર તમામ પ્રતિબંધો લાદવામાં આવ્યા છે, પરંતુ કંઈપણ પરિણામ આવ્યું નથી.


બંને દેશો વચ્ચે અનેક રાઉન્ડની વાતચીત પણ થઈ હતી, પરંતુ આ વાતચીતમાંથી કોઈ ઉકેલ આવ્યો નહોતો. પરિણામે, તેના અનેક મોટા શહેરોને બરબાદ થતા જોયા બાદ હવે ન તો યુક્રેન ઝુકવા તૈયાર છે કે ન રશિયા. આ યુદ્ધે સૈનિકોની માનસિક સ્થિતિ પર પણ ઘણી અસર કરી છે. યુદ્ધ દરમિયાન પ્રવર્તતી નિરાશા સૈનિકો સમક્ષ મોટો પડકાર છે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.