Russia: દુનિયાભરમાં છેલ્લા એક વર્ષથી લાંબા સમયથી રશિયા અને યૂક્રેન યુદ્ધે તમામને વિચારતા કરી દીધા છે, એકબાજુ વ્લાદિમિર પુતિન છે, તો બીજીબાજુ વૉલોદિમિર ઝેલેંન્સ્કી છે. સામ સામે બન્ને પાડોશી દેશોની સેનાઓ ટકરાઇ રહી છે, પરંતુ કોઇપણ દેશ પીછેહઠ કરવા તૈયાર નથી. હવે આ બધાની વચ્ચે એક ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે, આ રિપોર્ટ રશિયાના અસ્તિત્વ પર ખતરો દર્શાવી રહ્યો છે. 


તાજેતરમાં જ સ્ટ્રેટિજિસ્ટ એન્ડ એનાલિસ્ટના એક સર્વેનો રિપોર્ટ સામે આવ્યો છે, જે અનુસાર, રશિયાના અસ્તિત્વ પર ખતરો તોળાઇ રહ્યો હોવાનું કહેવાઇ રહ્યુ છે, સર્વેના મતે રશિયા તુટવાની ખૂબ નજીક આવી ગયુ છે.


ગ્લૉબલ સ્ટ્રેટિજિસ્ટ એન્ડ એનાલિસ્ટના સર્વેમાં આ ચોંકાવનારા ખુલાસા બાદ દુનિયામાં રશિયા અંગે તર્ક વિતર્કો શરૂ થઇ ગયા છે. ગ્લોબલ સ્ટ્રેટેજિસ્ટ અને એનાલિસ્ટે નવા વર્ષ પર દસ સર્વેક્ષણ કર્યા છે. આ સર્વેક્ષણમાં પ્રથમ સર્વે આગામી દસ વર્ષ એટલે કે 2033 માં, રશિયાના ભાવિ વિશે કરવામાં આવ્યો છે. તે જણાવે છે કે રશિયાનું અસ્તિત્વ 2033 સુધીમાં સમાપ્ત થશે. સર્વેમાં દાવો કરવામાં આવ્યો છે કે રશિયા લાંબા સમય સુધી યુક્રેનમાં મોંઘી લડત લડી શકશે નહીં અને નિષ્ફળ જશે. સર્વેમાં રશિયા નિષ્ફળ થવાની સંભાવના અફઘાનિસ્તાનની નિષ્ફળતા કરતા બમણી છે.


2033 સુધીમાં નિષ્ફળ અથવા તૂટી ગયેલા દેશોમાં 46 ટકા નિષ્ણાતોઓ રશિયાનુ નામ આપ્યુ છે. આનાથી વધુ, 40 ટકા લોકો ક્રાંતિ, ગૃહ યુદ્ધ, રાજકીય વિઘટન અથવા અન્ય કોઈ કારણોસર 2033 સુધી આંતરિકમાં આંતરિક વિખેરાઇ રહેવાની અપેક્ષા રાખે છે. આ સર્વેક્ષણ મુજબ, રશિયા પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરશે તે 14 ટકા છે. 


 


War Update: ઝેલેંન્સ્કીનો પુતિન પર ઇમૉશનલ એટેકે, રદ્દ કરી આ જીગરી દોસ્તની નાગરિકતા પણ, જાણો કોણ છે ?


Russia-Ukraine War: રશિયા સાથે છેલ્લા એક વર્ષથી યૂક્રેન યૂદ્ધ લડી રહ્યું છે, આ યુદ્ધને રોકવા માટે દુનિયાના મોટા મોટા દેશો પણ બન્ને દેશોને અપીલ કરી ચૂક્યા છે, પરંતુ આ યુદ્ધ દિવસે દિવસે વધુ ઉગ્ર બનતુ જાય છે, હવે આ કડીમાં વધુ એક અપડે સામે આવ્યુ છે. રશિયા સાથે ચાલી રહેલા યુદ્ધની વચ્ચે યૂક્રેનના વિપક્ષી નેતા વિક્ટર મેદવેદચુક (Viktor Medvedchuk)ની નાગરિકતા રદ્દ કરવાનો દાવો કર્યો છે. 


યૂક્રેનના રાષ્ટ્રપતિ વૉલિદિમીર ઝેલેંન્સ્કીએ કહ્યું કે, વિક્ટર મેદવેદચુકની નાગરિકતા રદ્દ કરી દેવામા આવી છે, વિક્ટર મેદવેદચુકને રશિયાના સમર્થક નેતા માનવામાં આવે છે, તેમને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન (Vladimir Putin) ના નજીકના બતાવવામાં આવે છે. 


ઝેલેંન્સ્કીએ કહ્યું કે, વિક્ટર મેદવેદચુક એક પૂર્વ યૂક્રેની સાંસદ છે, જેને ગયા સપ્ટેમ્બરે એક કૈદી એક્સચેન્જમાં રશિયાને સોંપી દેવામાં આવ્યા હતા. હવે તેમની નાગરિકતા છીનવી લેવામાં આવી છે, યૂક્રેનની સુરક્ષા અને બંધારણને જોતા આ ફેંસલો લેવામાં આવ્યો છે. તેમને કહ્યું કે, યૂક્રેને ચાર લોકોની નાગરિકતા સમાપ્ત કરવાનો ફેંસલો કર્યો છે.  


રશિયાને સોંપી દેવામાં આવ્યા હતા વિક્ટર મેદવેદચુક -
ઝેલેંન્સ્કીએ બતાવ્યુ કે કાર્યવાહી તે લોકો વિરુદ્ધ હતી જેમને યૂક્રેનના લોકોને નહીં, પરંતુ યૂક્રેનમા આવેલા હત્યારાઓની સેવા કરવાનું પસંદ કર્યુ હતુ. તેમને કહ્યું કે, આ છેલ્લો ફેંસલો છે, આગળ આવા પણ કડક ફેંસલા લેવામાં આવશે. વિક્ટર મેદવેદચુક તે 50 કેદીઓમાના એક હતા, જેને સપ્ટેમ્બરમાં 215 યૂક્રેની કેદી સૈનિકોના બદલામાં રશિયાને સોંપી દેવામાં આવ્યા હતા, તે ફેબ્રુઆરી, 2022 માં રશિયાના આક્રમણની શરૂઆત બાદ બન્ને દેશોની વચ્ચે એક મોટી અદલાબદલી હતી.