Russia Ukraine War: રશિયા અને યુક્રેન વચ્ચે 18 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. રશિયન સૈનિકો સતત યુક્રેનના વિવિધ શહેરોને નિશાન બનાવી રહ્યા છે. બોમ્બ શેલ ફેંકવામાં આવી રહ્યા છે. મિસાઇલો છોડવામાં આવી રહી છે. છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહેલા યુદ્ધને કારણે સ્થિતિ ધીમે ધીમે વણસી રહી છે. દેશની રાજધાની કિવ પાસે પણ રશિયન સૈનિકોનો જમાવડો છે અને અહીં પણ શેલ છોડવામાં આવી રહ્યા છે. દરમિયાન યુક્રેનમાં એક મહિલાને રશિયન ટેન્કો દ્વારા ઉડાવી દેવામાં આવી હતી. યુક્રેનની એક મહિલા તેની બીમાર માતા માટે દવા લેવા નીકળી હતી. આ દરમિયાન રશિયન સૈનિકોએ બોમ્બથી હુમલો કર્યો અને વેલેરિયા માકસેત્સ્કા નામની મહિલા અને તેની માતાએ જીવ ગુમાવ્યો.


રશિયન સૈનિકોએ મહિલા અને તેની માતાને ઉડાવી દીધી


મીડિયા અહેવાલો અનુસાર, યુક્રેનની એક મહિલા જે તેની બિમાર માતા માટે દવા લેવા માટે કિવમાં પોતાનું ઘર છોડીને ગઈ હતી. વેલેરિયા મકસેત્સ્કાની કથિત રીતે તેની માતા ઈરિના અને તેમના ડ્રાઈવર યારોસ્લાવ સાથે કિવ નજીકના એક ગામમાં હત્યા કરવામાં આવી હતી. તેને રશિયન ટેન્ક દ્વારા ઉડાવી દેવામાં આવ્યું હોવાનું કહેવાય છે. મૃતક મહિલા મક્સેત્સકમાની શરૂઆતમાં રશિયન સૈનિકોની ઘેરબાંધી બાદ નાગરિકોની મદદદ કરવા કિવમાં પાછળ રહેવાનો ફેંસલો લીધો હતો પરંતુ જ્યારે તેની માતાની દવા ખતમ થઈ ગઈ ત્યારે બહાર નીકળવાનો ફેંસલો કર્યો હતો. જેમાં તેને મોત મળ્યું હતું.


કિવમાં રશિયન સૈનિકોનો હુમલો ચાલુ


મીડિયા રિપોર્ટ પ્રમાણે, મા-દીકરી અને તેનો ડ્રાઇવર ત્રણેય કિવના પશ્ચિમ વિસ્તારમાં સડક પરથી રશિયન કાફલો પસાર થવાની રાહ જોતા હતા. ત્યારે એખ ટેન્કે તેમના પર ગોળા છોડ્યા. આ હુમલામાં ત્રણેયના મોત થયા. યુક્રેનના અનેક શહેરમાં તબાહી છે. ઈમારતો ખંડેર બની ગઈ છે અને ઘણી જગ્યાએ તો સ્કૂલો અને હોસ્પિટલ પર હુમલા કરવામાં આવી રહી છે. રશિયન સૈનિકે કિવને ઘેરી લીધું છે. મારિયુપોલ અને બ્રોવરી પર રશિયાના સૈનિકો સતત હુમલા કરી રહ્યા છે. મોટી સંખ્યામાં મિલકતોને નુકસાન થયું છે. ડર અને ભયના કારણે લોકો પલાયન કરી રહ્યા છે.