Russia Ukraine War:  રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધનો આજે 12મો દિવસ છે.  યુક્રેન પર રશિયાના હુમલા અટકવાનું નામ નથી લઈ રહ્યા. વિશ્વના તમામ નેતાઓ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને મનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ તેઓ માનવા તૈયાર નથી અને તેમની યોજનાને સફળ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.  24 ફેબ્રુઆરીથી ચાલી રહેલા તણાવ વચ્ચે રશિયા અને યુક્રેનના વિદેશ મંત્રીઓ ગુરુવારે તુર્કીમાં મળશે. જોકે આ બેઠક ત્રિપક્ષીય ફોર્મેટમાં યોજાશે.


તુર્કીના વિદેશ પ્રધાન મેવલુત કાવુસોગ્લુએ જણાવ્યું હતું કે રશિયા અને યુક્રેનના વિદેશ પ્રધાનો ગુરુવારે તુર્કીના અંતાલ્યામાં મળશે. આ બેઠક ત્રિપક્ષીય ફોર્મેટમાં યોજાશે. હું પણ તેની સાથે જોડાઈશ. ન્યૂઝ એજન્સી એએનઆઈ દ્વારા યુક્રેનની રાજધાની કિવ શહેરની તસવીરો શેર કરવામાં આવી છે. જેમાં રોડ રસ્તા પર લોકડાઉન જેવો સન્નાટો જોવા મળી રહ્યો છે.  રસ્તા એકદમ સુમસામ દેખાઈ રહ્યા છે.




યુક્રેનના ડોનબાસમાં રહેતા આ જાણીતા ભારતીય ડોક્ટરે સ્વદેશ ફરવાની પાડી દીધી ના, જાણો શું છે મામલો


યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને સહી સલામત વતન લાવવા સરકારે મિશન ગંગા ઓપરેશન શરૂ કર્યું છે. જે અંતર્ગત સ્પેશિયલ ફ્લાઇટમાં ભારતીયોને હેમખેમ માદરે વતન લાવવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીમાં હજારો ભારતીયો ક્ષેમકુશળ વતન પહોંચી ચુક્યા છે. આ દરમિયાન ડોનબાસમાં રહેતા એક ભારતીય ડોક્ટરે વતન આવવી ના પાડી છે. ડોનબાસમાં રહેતા જાણીતા ભારતીય ડોક્ટર ગિરીકુમાર પાટીલે તેમના પાલતુ જગુઆર અને પેન્થર વગર યુક્રેન છોડવાનો ઈન્કાર કર્યો છે. તેઓ જગુઆર કુમાર તરીકે અહીં જાણીતા છે. તેમણે કહ્યું કે, હું આ બંને સાથા મારા બાળકો જેવો વ્યવહાર કરું છું. મેં એમ્બેસીને ફોન કર્યો પણ મને યોગ્ય પ્રતિસાદ મળ્યો નથી. મારું મકાન રશિયનોથી ઘેરાયેલું છે પણ હું મારા શ્રેષ્ઠ પ્રયાસો કરી રહ્યો છું.