Russia-Ukraine War: છેલ્લા એક વર્ષથી વધુ સમયથી ચાલી રહેલા રશિયા-યૂક્રેન યુદ્ધમાંથી એક પછી એક ખતરનાક તસવીરો અને વીડિયો સામે આવી રહ્યાં છે, આ બધાની વચ્ચે હવે એક એવો વીડિયો સામે આવ્યો જેને જોઇને તમામ લોકો ચોંકી રહ્યા છે, આ મંગળવારે (27 જૂન) યૂક્રેનમાં પિઝા રેસ્ટૉરન્ટમાં રશિયન મિસાઇલથી હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં ત્રણ છોકરીઓ સહિત ઓછામાં ઓછા 11 લોકોના મોત થયા હતા. યૂક્રેને પણ આ હુમલા સાથે જોડાયેલા હોવાના આધારે એક વ્યક્તિની ધરપકડ કરી છે.


યૂક્રેનની રાષ્ટ્રીય પોલીસે આ અંગે જણાવ્યું કે મંગળવારે સાંજે ક્રમાટૉર્સ્ક પર થયેલા હુમલામાં અન્ય 61 લોકો ઘાયલ થયા હતા. આ યૂક્રેનિયન શહેર પર નવા હુમલાઓમાંનો એક હતો. વેગનર જૂથના સશસ્ત્ર વિદ્રોહ પછી પણ રશિયા હવાઈ હુમલામાં ઘટાડો કરી રહ્યું નથી.


વેગનર ચીફે ગંભીર ખતરો ઉભો કરી દીધો - 
હાલમાં રશિયામાં વેગનર જૂથ દ્વારા બળવાના સમાચારો સામે આવ્યા હતા, આ જુથ દ્વારા બળવો શમી ગયો છે. આ બળવો વેગનરના ચીફ યેવજેની પ્રિગૉઝિન દ્વારા કરવામાં આવ્યો હતો. યૂક્રેન સામેના યુદ્ધમાં રશિયા વતી વેગનરે મહત્વની ભૂમિકા ભજવી છે. રશિયામાં બળવાને કારણે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની સત્તા પરની પકડ નબળી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ કારણે વેગનર ચીફ પુતિન માટે પણ ગંભીર ખતરો ઉભો કર્યો છે. જોકે, પ્રિગૉઝિન મંગળવારે પડોશી બેલારુસમાં દેશનિકાલમાં ચાલ્યો ગયો છે.






આ બધાની વચ્ચે વેગનરે રશિયાને જે નુકસાન પહોંચાડ્યું હતું તેને ઘટાડવાના પ્રયાસરૂપે રાષ્ટ્રપતિ પુતિન મંગળવારે ક્રેમલિન ખાતે લશ્કરી કર્મચારીઓને મળ્યા અને બકરીઇદની ઇસ્લામિક રજા માટે બુધવારે દાગેસ્તાનના મુસ્લિમ પ્રદેશમાં કેસ્પિયન શહેર ડર્બેન્ટ પણ પહોંચ્યા હતા. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને તેમના પ્રવાસમાં પ્રાચીન અને ઐતિહાસિક મસ્જિદની મુલાકાત લીધી હતી. આ ઉપરાંત અધિકારીઓને મળ્યા હતા. નજીકમાં હાજર ભીડને મળ્યો અને લોકો સાથે હાથ મિલાવ્યા. રશિયન નેતા દ્વારા આ એક દુર્લભ વર્તન માનવામાં આવે છે.














--


 


Join Our Official Telegram Channel: 


https://t.me/abpasmitaofficial