નવી દિલ્હીઃ દુનિયામાં ઝડપથી વધતી આર્મ્સ રેસ વચ્ચે રશિયાએ અમેરિકાના F-35 સ્ટીલ્થ ફાઇટર પ્લેનને ટક્કર આપવા માટે પોતાનું ફાઇટર પ્લેન મેદાનમાં ઉતાર્યું છે. રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને મંગળવારે પોતાનું પાંચમી પેઢીનું અત્યાધુનિક સુખોઇ ફાઇટર પ્લેન Su-57Eને મોસ્કોની નજીક આયોજીત એર શોમાં નિકાસ માટે દુનિયા સામે રજૂ કર્યું હતું. આ વિમાન રડારની પક્કડમાં આવ્યા વિના સુપરસોનિક સ્પીડથી ઉડાણ ભરીને દુશ્મનના અડ્ડાઓને નષ્ટ કરી શકે છે. એર શો દરમિયાન આ ફાઇટર પ્લેનને જોઇને તુર્કીના રાષ્ટ્રપતિ રેચેપ તઇપ એર્દોઆન ખુશ થઇ ગયા હતા અને ત્યાં જ તેમણે સુખોઇ ખરીદવાનો પ્રસ્તાવ રજૂ કરી દીધો હતો. એર્દોગાને પુતિનને કહ્યું કે, શું આ વિમાન વેચાણ માટે તૈયાર છે. જેના પર પુતિને કહ્યું કે, હા તમે તેને ખરીદી શકો છો.
આ અગાઉ તુર્કી અમેરિકા પાસેથી પાંચમી પેઢીનું ફાઇટર પ્લેન F-35 ખરીદી રહ્યુ હતુ પરંતુ તુર્કીએ રશિયા પાસેથી S-400 મિસાઇ ડિફેન્સ સિસ્ટમ ખરીદ્યા બાદ અમેરિકા સાથેની આ ડિલ રદ થઇ ગઇ હતી. હવે તુર્કીની નજર રશિયાના Su-57E પર છે. કહેવામાં આવી રહ્યું છે કે રશિયા તુર્કી સાથે મળીને આ વિમાનનું જોઇન્ટ ઉત્પાદન પર વાત કરી રહ્યું છે. સીરિયામાં આ વિમાન સફળ રહ્યા બાદ તેને રશિયન એરફોર્સમાં સામેલ કરવાની મંજૂરી મળી ગઇ છે. આ ફાઇટર પ્લેન રશિયાની કંપની સુખોઇ બનાવે છે. આ વિમાન કોઇ પણ હવામાનમાં હવાથી હવા, હવાથી જમીન પર હુમલો કરી શકે છે.
29 જાન્યુઆરી 2010ના રોજ Su-57Eએ પ્રથમવાર ઉડાણ ભરી હતી. હાલમાં 10 વિમાન ઉડાણ ભરી રહ્યા છે. આ વચ્ચે ભારતીય એરફોર્સના ચીફ ધનોઆએ સ્પષ્ટ કર્યું હતું કે, ભારત Su-57E વિમાનો ત્યારે જ ખરીદશે જ્યારે આ વિમાન રશિયન એરફોર્સમમાં સામેલ થઇ જશે.
અમેરિકાના ફાઇટર પ્લેન F-35ને ટક્કર આપવા રશિયાએ રજૂ કર્યું પોતાનું પ્લેન, જાણો શું છે તેની ખાસિયતો
abpasmita.in
Updated at:
29 Aug 2019 04:20 PM (IST)
રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને મંગળવારે પોતાનું પાંચમી પેઢીનું અત્યાધુનિક સુખોઇ ફાઇટર પ્લેન Su-57Eને મોસ્કોની નજીક આયોજીત એર શોમાં નિકાસ માટે દુનિયા સામે રજૂ કર્યું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -