નવી દિલ્હીઃ રશિયા અને યૂક્રેન યુદ્ધને 50 દિવસ થઇ ગયા છે, છતાં કોઇ પરિણામ મળ્યુ નથી. પરંતુ આ બધાની વચ્ચે હવે મોટા સામાચાર સામે આવ્યા છે. મનાઇ રહ્યુ છે કે NATO મામલે સ્થિતિ વધુ વણસી રહી છે અને આના કારણે રશિયાએ બે પાડોશી દેશોને ખુલ્લી ધમકી આપી દીધી છે. યૂક્રેન પર હુમલો કર્યા બાદ રશિયા ફિનલેન્ડ અને સ્વીડન પર હુમલો કરવાની તૈયારીમાં છે. 


ગુરુવારે રશિયાએ સ્વીડન અને ફિનલેન્ડને NATOમાં સામેલ થવાને લઇને ધમકી આપતા કહ્યું- જે તે રશિયાના પશ્ચિમી ભાગમાં પોતાના સૈનિકોની સંખ્યા બેગણી કરતા વધારી દેશે, જો આમ થયુ તે રશિયા ગમે ત્યારે બન્ને દેશો પર હુમલો કરી શકે છે. 


ન્યૂઝ એજન્સી એએનઆઇના હવાલાથી સીએનએન ન્યૂઝના રિપોર્ટ અનુસાર, રશિયાની સુરક્ષા પરિષદના ઉપાધ્યક્ષ દિમિત્રી મેદવેદેવએ ચેતાવણી આપી. ગુરુવારે ટેલિગ્રામ પર એક નિવેદનમાં લખ્યું- જમીની અને વાયુ રક્ષા દળોને મજબૂત કરવામાં આવશે. મેદેવદેવે સ્વીડન ફિનલેન્ડના NATOમાં સામેલ થવાની સંભાવનાનો ઉલ્લેખ કરતા કહ્યું કે હવે બાલ્ટિકના કોઇપણ બિન પરમાણુ સ્થિતિ વિશે વાત કરવી સંભવ નહીં રહે. સંતુલન નક્કી કરીને રાખવુ જોઇએ.  


રશિયાની સુરક્ષા પરિષદના ઉપાધ્યક્ષ દિમિત્રી મેદવેદેવે કહ્યું કે ફિનલેન્ડ અને સ્વીડન જો NATOમાં સામેલ થાય છે, તો રશિયા બાલ્ટિક સાગરમાં આર્મી, નેવી અને એરફોર્મને મજબૂત કરવી પડશે. મેદવેદેવે જેમને 2008 થી 2012 સુધી રશિયન રાષ્ટ્રપતિ તરીકે કાર્ય કર્યુ છે. તાજેતરમાં મહિનાઓમાં તે એકદમ આક્રમક દેખાઇ રહ્યાં છે. જોકે, તે ટૉપના નિર્ણયો લેવારાઓમાં નથી. વર્ષ 2018 ફેડરેશન ઓફ અમેરિકન સાયન્ટિસ્ટના રિપોર્ટે તારણ કાઢ્યુ હતુ કે રશિયાએ કલિનિનગ્રાદમાં એક પરમાણુ હથિયાર ભંડારણ બંકરનુ આધુનિકીકરણ કર્યુ હોઇ શકે છે. 


 


આ પણ વાંચો....... 


આજથી ગુજરાતમાં પ્રચંડ ગરમીનો વધુ એક રાઉન્ડ, ખેડૂતો માટે હવમાન વિભાગે આપ્યા સારા સમાચાર, જાણો વિગતે


Maharashtra News: મહારાષ્ટ્રના સોલાપુરમાં માત્ર 1 રૂપિયે લિટર વેચાયું પેટ્રોલ, જાણો શું છે ઘટના


અમદાવાદમા અસદુદ્દીન ઔવેસીનો કરાયો વિરોધ, સ્થાનિકોએ કાળા વાવટા ફરકાવી કર્યો સૂત્રોચ્ચાર


મધ્યમવર્ગને મોંઘવારીનો મારઃ કપાસિયા અને સિંગતેલના ભાવમાં થયો વધારો, જાણો હવે એક ડબ્બો કેટલામાં મળશે


હાર્દિક પટેલે કર્યો મોટો ઘટસ્ફોટ, “કોંગ્રેસ નેતાઓ મારી હકાલપટ્ટી કરવા માંગે છે”