Russian Wagner Group: રશિયા અને યૂક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં એક મોટો વળાંક આવ્યો છે. અત્યારે વેગનર ગૃપના લડાકૂઓ રશિયા વિરુદ્ધ બળવો કરી ચૂક્યા છે. રશિયાએ શનિવારે (24 જૂન) રશિયાના કેટલાય પ્રદેશોમાં સુરક્ષા વધારી દીધી છે. તેની પાછળનું મુખ્ય કારણ એ છે કે પ્રાઈવેટ ગૃપ વેગનરના ચીફ યેવજેની પ્રિગોઝિને કહ્યું કે, તેમની સેનાએ યૂક્રેનની સરહદ પાર કરી લીધી છે, જેના પછી રશિયાના કેટલાય વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે.
વેગનર ગૃપના વડા યેવજેની પ્રિગોઝિને રશિયન લશ્કરી નેતૃત્વને ઉથલાવી દેવાની પ્રતિજ્ઞા લીધી છે અને કહ્યું છે કે તે લશ્કરી નેતૃત્વને ઉથલાવી નાંખવા માટે અંત સુધી જશે, જેના પર તેને પોતાના લોકો પર હુમલા શરૂ કરવાનો આરોપ મૂક્યો હતો, વળી, દેશના પ્રૉસિક્યૂટર જનરલે જણાવ્યું હતું કે તે સશસ્ત્ર બળવા માટે તપાસ હેઠળ હતો.
લોકોને ઘરોમાં રહેવાની કરાઇ છે અપીલ -
મૉસ્કોના દક્ષિણમાં લિપેટ્સકના ગવર્નર ઇગોર આર્ટામોનોવે જણાવ્યું હતું કે આ વિસ્તારમાં સુરક્ષા પગલાંને મજબૂત કરવા માટે નિર્ણય લેવામાં આવ્યો છે, દરેકને હાલ માટે શાંત રહેવા જણાવ્યું છે. લિપેટ્સકનો પ્રદેશ મૉસ્કોથી લગભગ 400 કિલોમીટર (250 માઇલ) દક્ષિણમાં છે. આ સાથે રૉસ્તોવના દક્ષિણી ક્ષેત્રના અધિકારીઓએ પણ લોકોને ઘરમાં રહેવા માટે કહ્યું છે.
સોશ્યલ મીડિયા પર માહિતી આપતા રૉસ્ટોવના ગવર્નર વાસિલી ગોલુબેવે કહ્યું કે કાયદા અમલીકરણ એજન્સીઓ લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તમામ શક્ય પ્રયાસો કરી રહી છે. તેમને સ્થાનિક લોકોને ઘરમાં રહેવાની અપીલ કરી અને લોકોને શાંત રહેવા પણ કહ્યું.
રશિયન અધિકારીઓ પણ એક્શનમાં -
આ પહેલા શનિવારે (24 જૂન) રાજ્યની સમાચાર એજન્સી TASSએ એક રિપોર્ટમાં જણાવ્યું હતું કે રશિયન સત્તાવાળાઓએ સુરક્ષાના કડક પગલાં લીધા છે. આ સંદર્ભમાં સ્થાનિક મીડિયાએ ફૂટેજ ટેલિકાસ્ટ કર્યા છે, જેમાં બખ્તરબંધ વાહનોને માત્ર રશિયન સંરક્ષણ મંત્રાલયમાં જ નહીં પરંતુ સમગ્ર રાજધાનીમાં તૈનાત બતાવવામાં આવ્યા છે. યેવજેની પ્રિગોઝિને અગાઉ કહ્યું હતું કે પૂર્વી યૂક્રેનમાં હુમલાનું નેતૃત્વ કરી રહેલું તેમનું યૂનિટ રૉસ્ટોવની દક્ષિણે આવેલા વિસ્તારમાં પ્રવેશ્યું હતું.
Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial
-