નવી દિલ્લી: સર્જિકલ સ્ટ્રાઈક બાદ નવાઝ શરીફના સલાહકાર સરતાઝ અઝીઝે સંબંધ વધારે ખરાબ થાય તેવું નિવેદન આપ્યુ છે. પાકિસ્તાની ચેનલને આપેલા ઈંટર્વ્યૂમાં સરતાર અઝીઝે કહ્યપં છે કે પીએમ મોદી છે ત્યાં સુધી બંને દેશો વચ્ચેના સંબંધો સારા નહિ થઈ શકે.


સર્જિકલ સ્ટ્રાઈક બાદ મોદી નામનો ડર નવાઝ કેંપ પર દેખાઈ રહ્યો છે. નવાઝ શરીફના વિદેશ સલાહકાર સરતાર અઝીઝે આ ડરને અવાજ આપ્યો છે. સરતાર અઝીઝે પીએમ મોદીનું નામ લઈને કહ્યું છે કે મોદી જ્યાં સુધી પીએમ પદે છે ત્યાં સુધી ભારત-પાકિસ્તાનના સંબંધો નહિ સુધરી શકે.



સરતાર અઝીઝે કહ્યું તેનો મતલબ એમ છે કે 2019 સુધી તે પીએમ મોદીનો મુકાબલો નહિ કરી શકે. કેમકે 2019 સુધી તો મોદી પીએમ રહેશે જ.

પીએમ મોદીનું નામ લઈને ભારત-પાકિસ્તાન સંબંધની ભવિષ્યવાણી કરનારા સરતાર અઝીઝનું આ નિવેદન ઈશારો છે કે પાકિસ્તાનમાં હવે મોદીનો ભય સત્તાધારીઓને ભારે પડી રહ્યો છે.

નવાઝ શરીફ વિરોધી અને તહરીક-એ-ઈંસાફ પાર્ટીના પ્રમુખ ઈમરાન ખાન પણ મોદીનું નામ લઈને નવાઝ શરીફ પર નિશાન સાધી રહ્યા છે.

સર્જિકલ સ્ટ્રાઈક બાદ ભારતની વિરૂદ્ધ એક્તા દેખાડવા માટે પાકિસ્તાન સંસદની બેઠક થઈ તો વિપક્ષ નેતા ખુર્શીદ અહેમદે પણ નવાઝ શરીફનું જાહેરમાં અપમાન કર્યુ હતું.

ભારતીય સેનાની સર્જિકલ સ્ટ્રાઈક કરીને પાકિસ્તાનમાં ઘુસીને માર્યા હતા પણ નવાઝ શરીફની સરકાર શરમમાં આ સત્ય પણ સ્વીકારી શકી નહિ.

પીએમ મોદીએ મિત્રતાનો હાથ આપ્યો ત્યારે શરીફે હાથ પકડ્યો હતો. 26 મે 2014એ મોદીએ શપથ સાથે મિત્રતાની શરૂઆત કરી હતી. પીએમ મોદીએ મિત્રતા માટે પગલું ભર્યુ અને નવાઝ સાથે આવ્યા હતા. પણ પાકિસ્તાન સેના, આઈએસઆઈએ આંખ લાલ કરી તો તેમણે પીઠમાં ખંજર માર્યુ હતું. હવે પાકિસ્તાનનો સત્તાધારી પક્ષ ભારત અને પાકિસ્તાનીઓ બંને તરફથી કફોડી હાલતમાં મૂકાઈ ગયો છે.