વોશિંગટન: અમેરિકામાં રિપબ્લિકન પાર્ટીના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રંપે મહિલાઓ પર આપત્તિજનક ટિપ્પણી કરી છે. જો કે આ અંગે વિવાદ થતાં ટ્રંપે માફી પણ માગી છે.


વર્ષ 2005ના એક વીડિયોમાં રિપબ્લિકન પાર્ટીના રાષ્ટ્રપતિપદના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રંપે કહ્યું ગતું કે તેમણે એક પરણિત મહિલાને આકર્ષવાનો પ્રયત્ન કર્યો હતો. રાષ્ટ્રપતિની ચૂંટીણી પહેલા સામે આવેલા આ વીડિયોથી ટ્રંપની ઘણી નિંદા થઈ રહી છે.

વોશિંગટન પોસ્ટ પાસેના આ વીડિયોમાં ટ્રંપ રેડિયો ને ટીવી પ્રેઝન્ટર બિલી બુશ સાથે વાત-ચીત દરમિયાન મહિલાઓ વિષે તેમની સહમતિ વિના તેમની સાથે સંબંધ બાંધવા અંગે અત્યંત અશ્લીલ ટિપ્પણી કરી છે.

ટ્રેંપની વાત માઈક્રોફોનમાં રેકોર્ડ થઈ છે. આ ટિપ્પણીઓ પર થયેલા હોબાળા બાદ ટ્રંપે કહ્યું કે આ લોકર રૂમમાં કરેલી મજાક હતી. આ એક અંગત વાતચીત હતી. જે વર્ષો પહેલા થઈ હતી. તેમણે કહ્યું કે બિલ ક્લિંટન ગોલ્ફ કોર્સમાં મારા કરતા પણ વધારે ખરાબ વાતો કરી હતી.

આ અંગે વાત વણસતા ટ્રંપે માફી માગી હતી. પણ માફી માગવાની સાથે તેમણે ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર હિલેરી ક્લિંટન પર પલટવાર કર્યો હતો. અને તેના પતિ પૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લિંટન પર યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે આવતા મહિને અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી છે.