રિયાધ: કોરોના વાયરસના ડરના કારણે સાઉદી અરબેયિાએ પોતાનો હવાઈમાર્ગ બંધ કર્યો છે. હવે કોઈ પણ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટને સાઉદી અરબમાં આવવાની મંજૂરી નહી આપવામાં આવે. સાઉદી અરબમાં 24 કેસ નવા નોંધાતા 86 લોકો કોરોના વાયરસથી સંક્રમિત છે. સાઉદી અરેબિયા રવિવારથીબે અઠવાડિયા માટે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ સ્થગિત કરશે.




વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા વૈશ્વિક રોગચાળો જાહેર કરાયેલા ખતરનાક કોરોના વાયરસના ફેલાવાને રોકવા માટે આ પગલા લેવામાં આવ્યા છે.

જોહ્નસ હોપકિન્સ યુનિવર્સિટીના તાજેતરના ડેટા અનુસાર ઓછામાં ઓછા 86 પુષ્ટિ થયેલ કેસ છે. ગયા મહિને સાઉદી અરેબિયાએ સીઓવીડ -19 ના ફેલાવાને રોકવા માટે વિદેશી યાત્રાળુઓ અને પ્રવાસીઓના અસ્થાયી ધોરણે પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો હતો.

ભારતમાં કોરોના વાઈરસથી સંક્રમિક લોકોની સંખ્યા 82 થઈ ગઈ છે. દેશમાં ઈન્ફેક્શન વધારે ન ફેલાય તે માટે મધ્યપ્રદેશ, દિલ્હી, પંજાબ, હરિયાણા સહિત 12 રાજ્યોમાં સ્કૂલ-કોલેજ બંધ કરી દેવામાં આવી છે. કોરોના વાઈરસના કારણે ભારતમાં બે લોકોના મોત થયા છે.