નવી દિલ્હીઃ સિંહ જંગલમો રાજા કહેવાય છે. તાકાત તેની ઓળખ હોય છે. પરંતુ પ્રાણી સંગ્રહાલયમાં સિંહની હાલત દયનીય હોય છે. સુદાનની રાજધાની ખાર્તૂમમાં આવેલ અલ કુરૈશી પાર્કામાં સિંહોની ચોંકાવનારી તસવીરો સામે આવી છે. અહીં પાંચ સિંહ કુપોષણનો શિકાર થઈ ગયા છે. તે એટલા નબળા થઈ ગયા છે કે તેના શરીરના હાડકા દેખાઈ રહી છે. તસવીર વાયરલ થયા બાદ લોકો તેને બીજી જગ્યાએ શિફ્ટ કરવાની માગ કરી રહ્યા છે.



આ મામલે એક્ટિવિસ્ટ ઉસ્માન સાલિહે ફેસબુક પર લખ્યું, ‘જ્યારે મેં આ સિંહોને પાર્કમાં જોયા, ત્યારે તેમના હાડકા શરીરમાંથી બહાર દેખાઈ રહ્યા હતા. હું લોકો અને સંગઠનોને તેમના જીવ બચાવવાની અપીલ કરું છું.’ લોક માગ કરી રહ્યા છે કે સિંહને એવી જગ્યાએ મોકલવામાં આવે જ્યાં તંમનું યોગ્ય રીતે ભરણ પોષણ થઈ શકે.



પાર્ક અધિકારીઓ અને પશુ ચિકિત્સકોએ જણાવ્યું કે, છેલ્લા કેટલાક સપ્તાહોથી સિંહોની સ્થિતિ બગડી છે. તેમાંથી કેટલાકનું વજન સરેરાશ બે તૃતિયાંશ જેટલું ઘટી ગયું છે. પાર્ક મેનેજર ઇસામેલુદ્દીન હજ્જારેએ કહ્યું, ‘ખાવાનું હંમેશા ઉપલબ્ધ નથી હોતું, એવામાં ઘણી વખત અમારે અમારા ગજવામાંથી ખર્ચ કરીને તેમના માટે ભોજન ખરીદવું પડે છે. જણાવીએ કે, આ પાર્ક ખાર્તૂમ નગરપાલિકા દ્વારા મેનેજ કરવામાં આવે છે, જે હાલમાં પ્રાઈવેટ ફન્ડિંગના જોરે ચાલી રહી છે. આપને જણાવી દઇએ કે દુનિયાભરમાં આફ્રિકન સિંહોની સંખ્યા માત્ર 20,000 જ છે.



ભયાનક આર્થિક મંદીના લીધે હવે નગરપાલિકાને કોઇ દાન આપનાર નથી. આથી પ્રાણીસંગ્રહાલયની સ્થિતિ ખરાબ થઇ ચૂકી છે. આ સિંહની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ તો અનેક લોકો, સમાજસેવી, પશુ સંરક્ષક, અને પત્રકારો પ્રાણીસંગ્રહાલય પહોંચ્યા. હવે આ તમામે મળીને આ સિંહોને બચાવવા માટે ઑનલાઇન કેમ્પેઇન ચલાવ્યું છે.



હાલમાં સુદાનની અર્થવ્યવસ્થા મંદીનો સામનો કરી રહી છે. અહીં વિદેશી મુદ્રા ભંડા ખત્મ થવાની તૈયારીમાં છે. તેના કારણે અહીં ખાવા પીવાની વસ્તુઓની કિંમત આસમાને પહોંચી રહી છે. એવામાં પાર્કમાં જાનવરોની દેખભાળ માટે મુશ્કેલી થઈ રહી છે. અહેવાલ અનુસાર 1993થી 2014ની વચ્ચે સિંહની સંખ્યા 43 ટકા ઘટી ગઈ છે. અત્યારે આફ્રીકાન સિંહની સંખ્યા 20,000 આસપાસ છે.