Latest Trending News : હંમેશા એવુ સાંભળવા મળે છે કે મોંઘા કાર (Precious Car) વધુ સુરક્ષિત હોય છે. આને ખરીદતા પહેલા લોકો આ જ વાતનુ ધ્યાન રાખે છે, પરંતુ એવુ જરાય જરૂરી નથી કે મોંઘી કારને લઇને કંપનીઓ જે દાવોઓ કરી રહ્યાં છે, તે ઠીક હોય. તાજેતરમાં જ યૂકે (United Kingdom)ના વેલ્સ (Wales) માં એક એવી ઘટના સામે આવી છે, જેને જોઇને આ વાત સાચી સાબિત થઇ જાય છે. જાણો શું છે આખી ઘટના......... 

Continues below advertisement

માંડ માંડ બચી મહિલા-રિપોર્ટ્સ અનુસાર, યૂકેના વેલ્સમાં લૉરેન (Lowren) નામની એક મહિલા રહે છે, તેની પાસે રેન્જ રૉવર (Range Rover) કાર હતી,  જેની કિંમત લગભગ 60 લાખ રૂપિયા હતી, તે પોતાની આ કારમાં 21 જાન્યુઆરી 2022એ ક્યાંક ગઇ હતી રસ્તામાં તેની કારનો પાવર કટ થઇ ગયો, આ પછી તેને માંડ માંડ ઘરે પહોંચી અને કારને ઘરની બહાર ઉભી રાખી તે કાર (Car)માંથી ઉતરીને આગળ જ ગઇ હતી કે અચાનક જોરદાર ધમાકો થયો અને આગ લાગી ગઇ. માત્ર ગણતરીની મિનીટોમાં જ તેની કાર બળીને ખાખ થઇ ગઇ. 

ત્રણ વર્ષ પહેલા ખરીદી હતી કાર-આ દૂર્ઘટના વિશે વાત કરતા લૉરેન ડરી જાય છે, અને તે કહે છે કે કારમાંથી નીકળેલી આગ તેના ઘરના કેટલાક ભાગને પણ ડેમેજ કરી ગઇ છે. તે કહે છે કે એક મિનીટનુ મોડુ થતુ તો તે ખુદ આ દૂર્ઘટનાનો શિકાર બની જતી. તે કહે છે કે આ કાર મે નવેમ્બર 2018માં ખરીદી હતી, આની સર્વિસિંગ પણ શાનદાર હતી, આમ છતાં આ દૂર્ઘટના કઇ રીતે થઇ, તે તેને ખબર નથી પડતી. 

Continues below advertisement

સોશ્યલ મીડિયા પર આખી દૂર્ઘટના વિશે વાત કરી-લૉરેને સોશ્યલ મીડિયા (Social Media) પર આ દૂર્ઘટના સાથે જોડાયેલા વાત શેર કરતાં બતાવ્યુ કે, ડ્રાઇવિંગ દરમિયાન રસ્તામાં તેની કારનો પાવર કટ દેખાયો. તે તેને ઘરે લઇ આવી. તે કાર (Car)માંથી ઉતરીને ફોન પર મિકેનિક સાથે વાત કરી રહી હતી, કે તેના દીકરાઓ બૂમ પાડી, ત્યારબાદ દીકરા તરફ જવા લાગી. આ બધાની વચ્ચે બમ્બ જેવા ધમાકાનો અવાજ થયો, અને મેં પાછુ વળીને જોયુ તો મારી કાર સળગી રહી હતી. જ્યાં સુધી ફાયર બ્રિગેડ આવેને આગને હોલવે ત્યાં સુધી તો કાર બળીને ખાખ થઇ ગઇ હતી. આગ લાગવાનુ કારણ હજુ સુધી નથી જાણવા મળ્યુ. 

આ પણ વાંચો........

Justin Lager Resigns: પાકિસ્તાન પ્રવાસ પહેલા ઓસ્ટ્રેલિયાને લાગ્યો મોટો ઝટકો, કોચ લેંગરે આપી દીધું રાજીનામું

અંડર 19 વર્લ્ડકપની ફાઈનલમાં આજે ભારતની ઈંગ્લેન્ડ સામે ટક્કર, જાણો કેટલા વાગે ને ક્યાંથી થશે લાઈવ ટેલીકાસ્ટ ?

લોકરક્ષક દળની લેખિત પરીક્ષા આ તારીખે લેવાશે, હસમુખ પટેલે ટ્વીટ કરી આપી જાણકારી

Omicron Origin: શું ઉંદરોમાંથી માણસોમાં આવ્યો Omicron? નવા સ્ટડીમાં કરવામાં આવ્યો દાવો

16 વર્ષની વિદ્યાર્થીને પ્રેમજાળમાં ફસાવી વિધર્મી યુવકે માણ્યુ શરીર સુખ, અને પછી.....

Vadodara : 'ધારે તે કરે એટલે ધારાસભ્ય, જ્યાં સુઘી હું ધારાસભ્ય છું ત્યાં સુઘી હું કોઈનું પણ તુટવા નહિ દઉ તેની ખાત્રી આપુ છું'