Firing incident in US Again: અમેરિકામાં (US) ગોળીબારની ઘટનાઓ સતત વધી રહી છે. હવે મિનેસોટા (Minnesota) ના બ્લૂમિંગટન (Bloomington)માં મૉલ ઓફ અમેરિકા (Mall of America- MOA) ની અંદર કેટલીય ગોળીઓ ચાલી છે, જોકે, હજુ સુધી કોઇપણ નુકસાન થવાની ખબર નથી. બ્લૂમિંગટન પોલીસના (Police) અનુસાર, સંદિગ્ધ પગ ચાલીને જ મૉલમાંથી (Mall) ભાગી ગયો અને અધિકારીઓ સાક્ષીઓના નિવેદન નોંધી રહ્યાં છે. પોલીસે કહ્યું કે, હાલમાં કોઇપણ પીડિતની જાણ નથી થઇ. પોલીસે બતાવ્યુ કે મૉલને થોડાક સમય માટે બંધ કરી દીધો છે.
પોલીસે કહ્યું કે શૉપિંગ સેન્ટરની અંદર ઓછામાં ઓછી ત્રણ ગોળીઓ ચલાવવામા આવી, સાંજે લગભગ છ વાગ્યે ડરેલા દુકાનદારોએ મિનેસોટા મૉલમાં આમ તેમ છુપાઇ ગયા હતા. ઘટના બાદ આના કેટલાય વીડિયો સોશ્યલ મીડિયા પર લોકોએ શેર કર્યા છે. એક વીડિયો ફૂટેજમાં બ્લૂમિંગટન પોલીસને બંદૂકઘારીની શોધ કરતા બતાવવામાં આવ્યો છે. બીજા એક વીડિયોમાં શૉટ સંભળાઇ રહ્યાં છે.
પોલીસે બાદમાં કહ્યું કે, શૂટિંગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે અને લૉકડાઉન હટાવી લેવામા આવ્યું છે. બંદૂકધારી ફરાર થઇ ગયા. એ સ્પષ્ટ નથી થઇ શક્યુ કે કોઇ ઘાયલ થયુ છે કે નહીં. ઉલ્લેખનીય છે કે આ પહેલા સોમવારે (1 ઓગસ્ટ)ની રાત્રે કેપિટલ હિલ્સથી વધુ દુર પૂર્વોત્તર વૉશિંગટન (Washington) માં કેટલાય લોકોની ગોળી મારીને હત્યા કરી દેવામા આવી હતી.
આ પણ વાંચો........
RBI Repo Rate: RBI એ સતત ત્રીજી વખત રેપો રેટમાં વધારો કર્યો, જાણો હવે લોનનો હપ્તો કેટલો વધી જશે
WhatsApp: વૉટ્સએપથી હવે બુક કરી શકશો Uber કેબ, જાણો બુકિંગ કરવાની રીત............
Latest Photoshoot: Ranveer Singh બાદ હવે આ એક્ટ્રેસે કરાવ્યું ફોટોશૂટ, FIR દાખલ કરવાની માંગ