ડબલ્યુપીઈસીના રિપોર્ટ પ્રમાણે, એમિલી વિજનિકે કહ્યું- જ્યારે મેં અંદર જોયું તો સ્નેક સ્કિન પ્રિંટ કપડા જેવી દેખાતી હતી. ધ્યાનથી જોતા તે હલી રહ્યું હતું. જ્યારે મેં તે ચીજ જોવા માટે અંદર હાથ નાંખ્યો ત્યારે સ્નેક સ્કિન પ્રિંટ જેવું કપડું નહીં પરંતુ દેશી બર્મી અજગર હતો. જે ખૂબ આક્રમક માનવામાં આવે છે.
એમિલી વિજનિકે કહ્યું, વોશિંગ મશીનમાં અજગર કેવી રીતે આવ્યો તેની મને ખબર નથી. પરંતુ તેને જોતા જ મારા હોશ ઉડી ગયા અને ચીસ પાડીને બહાર દોડી આવી. તેણે અજગરને હટાવવા એપાર્ટમેન્ટની મેંટેનેંસ ટીમને બોલાવી. મેંટેનેંસ ટીમ કહ્યું, સાપ બિલ્ડિંગની વેંટથી આવ્યો હશે.
યુનાઈટેડ નેશન જિયોલોજિક્લ સર્વે મુજબ, તાજેતરના વર્ષોમાં ફ્લોરિડામાં દેશી બર્મી અજગરની સંખ્યામાં ઘણો વધારો થયો છે. આ અજગર ઘણા આક્રમક માનવામાં આવે છે.
માઉથવોશથી કોગળા કરવાથી ઘટી શકે છે કોરોનાનો ખતરો ? રિસર્ચમાં શું કરવામાં આવ્યો દાવો ? જાણો વિગતે
IPL 2020: UAE રવાના થતા પહેલા જ રાજસ્થાન રોયલ્સ સુધી પહોંચ્યો કોરોના, ફિલ્ડિંગ કોચ સંક્રમિત