નવી દિલ્હીઃ સોશ્યલ મીડિયા પર એક બહુજ દર્દનાક અને ભયાનક ક્લિપ વાયરલ થઇ રહી છે. આ વીડિયો ક્લિપમાં જોઇ શકાય છે કે એક માં પોતાના નાના બાળકને બચાવવા માટે સળગતી બિલ્ડિંગમાંથી નીચે ફેંકી રહી છે. વળી, નીચે ઉભી રહેલી ભીડના લોકો એકજુથ થઇને તે બે વર્ષના માસુમ બાળકને બચાવ લે છે. આ વીડિયો જોઇને કોઇપણ સ્તબ્ધ થઇ જશે. પરંતુ ખાસ વાત છે સળગતી બિલ્ડિંગમાંથી નીચે ફેંકાયા બાદ બાળકને ભીડે કંઇજ ના થવા દીધુ.
સોશ્યલ મીડિયા પર વયારલ થઇ રહેલા વીડિયોમાં દેખાઇ રહ્યું છે કે આગથી કેવી રીતે બિલ્ડિંગ ધકધક સળગી રહી છે, આગની જ્વાળોઓ ઉડી રહી છે. મહિલા જોરશોરથી બુમા પાડી રહી છે. માં અને પોતાનુ નાનુ બાળક આ આગની વચ્ચે ફંસાઇ ગઇ છે. બાળકનો જીવ મુસીબતમાં છે, આ દરમિયાન માં તેના બાળકને અચાનક નીચે ફેંકી દે છે, અને નીચે ઉભેલા ઘણાબધા લોકો એકસાથે આવીને બાળકને બચાવી લે છે. આ ભયાનક દ્રશ્યો સાઉથ આફ્રિકાના રસ્તા પરના છે. અહીં પૂર્વ રાષ્ટ્રપતિ જેકબ ઝૂમાને જેલમાં પુરી દેવાયા બાદ ભડકેલી હિંસાના છે. સાઉથ આફ્રિકામાં કેટલીય જગ્યાએ ભીડે હિંસા ફેલાવી છે, અને લૂંટફાંટ શરૂ કરી દીધી છે. રિપોર્ટ પ્રમાણે અત્યાર સુધી હિંસમાં અત્યાર સુધી 70થી વધુ લોકોના મોત પણ થઇ ચૂક્યા છે. રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસે આને 1990 બાદની સૌથી ખરાબ હિંસા ગણાવી છે.
આ ઘટનાનો વીડિયો એટલો બધો ભયાનક છે કે લોકો જોઇને ડરી રહ્યાં છે. વીડિયોમાં સ્પષ્ટ રીતે દેખાઇ રહ્યું છે કે લોકોનુ ટોળુ નીચે રહેની બુમો પાડી રહ્યુ છે તેને ફેંકી દો, તેને ફેંકી દો, અને માં તેને ફેંકી દે છે.
ખાસ વાત છે કે, મહિલાએ રૉયટર્સ સાથેની વાતચીતમાં કહ્યું કે તેના બાળકને કોઇપણ પ્રકારની ઇજા નથી પહોંચી અને ઘટના બાદ તરત જ તેને તેનુ બાળક મળી ગયુ હતુ.