દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ યુન સુક યોલે મંગળવારે કટોકટી લશ્કરી કાયદો (માર્શલ લો) લાગૂ કરવાની જાહેરાત કરી હતી. તેમણે દેશના વિપક્ષ પર સંસદને નિયંત્રિત કરવાનો, ઉત્તર કોરિયા પ્રત્યે સહાનુભૂતિ રાખવાનો  અને રાજ્ય વિરોધી પ્રવૃત્તિઓ દ્વારા સરકારને અસ્થિર કરવાનો આરોપ લગાવ્યો છે. 


ટેલિવિઝન દ્વારા માર્શલ લો અંગે જાહેરાત કરી


રાષ્ટ્રપતિ યૂને એક ટેલિવિઝન કાર્યક્રમ દ્વારા આ માર્શલ લો અંગે જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે દેશના બંધારણ અને કાયદાને બચાવવા માટે આ પગલું જરૂરી છે. જો કે હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે આ નિર્ણયની દેશની સરકાર અને લોકશાહી પર શું અસર પડશે. યૂને વર્ષ 2022માં રાષ્ટ્રપતિ પદ સંભાળ્યું હતું. ત્યારથી ભારે વિરોધને કારણે તેમણે તેમની નીતિઓ લાગુ કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો.


રાષ્ટ્રપતિ યુન સૂક યોલે મંગળવારે કહ્યું કે તેઓ માર્શલ લો દ્વારા સ્વતંત્ર અને લોકશાહી દેશનું પુનઃનિર્માણ કરશે. યૂને રાષ્ટ્રને લાઇવ ટેલિવિઝન સંબોધનમાં કહ્યું, "ઉત્તર કોરિયાની સામ્યવાદી તાકતો દ્વારા ઉત્પન્ન ખતરાથી ઉદાર દક્ષિણ કોરિયાની રક્ષા કરવા અને રાજ્ય વિરોધી તત્વોને ખત્મ કરવા માટે હું કટોકટી લશ્કરી કાયદો જાહેર કરું છું." 2022 માં સત્તા સંભાળ્યા પછી યુને વિપક્ષ દ્વારા નિયંત્રિત સંસદ સામે તેમના એજન્ડાને આગળ વધારવા માટે સંઘર્ષ કરવો પડ્યો હતો.


કોરિયાની ડેમોક્રેટિક પાર્ટીના નેતૃત્વવાળા ઉદાર વિપક્ષ દ્વારા યૂન પર સત્તાના કથિત દુરુપયોગ અંગે મહાભિયોગ ટાળવા માટે લશ્કરી કાયદો લાદવાનું કાવતરું ઘડવાનો  આરોપ મૂક્યાના એક મહિના બાદ આ જાહેરાત કરવામાં આવી છે. વિપક્ષના નેતા લી જે-મ્યાંગે ચેતવણી આપી હતી કે માર્શલ લો એક આદર્શન તાનાશાહી તરફ લઈ જઈ શકે છે. 


વિપક્ષી ધારાશાસ્ત્રીઓ દાવો કરે છે કે યુને સંસદીય ખરડાઓ સામે તેમના વીટો પાવરનો ઉપયોગ કરીને અને મુખ્ય સૈન્ય પદો પર વફાદારોની નિમણૂક કરીને લોકશાહી પ્રક્રિયાઓને નબળી પાડી છે.  


યૂને વર્ષ 2022માં રાષ્ટ્રપતિ પદ સંભાળ્યું હતું. ત્યારથી ભારે વિરોધને કારણે તેમને તેમની નીતિઓ લાગુ કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો.  


વિપક્ષી ડેમોક્રેટિક પાર્ટીના સાંસદોએ બેઠક બોલાવી હતી


રાષ્ટ્રપતિ યુન સુક-યોલની પીપલ્સ પાવર પાર્ટી અને વિપક્ષી ડેમોક્રેટિક પાર્ટી આગામી વર્ષના બજેટ બિલ પર કોઈ સમજૂતી સુધી પહોંચવામાં અસમર્થ હોવાથી આ જાહેરાત કરવામાં આવી છે. વધુમાં, યૂને તેમની પત્ની અને કેટલાક ટોચના અધિકારીઓને સંડોવતા કથિત કૌભાંડોની સ્વતંત્ર તપાસની માગણીને નકારી કાઢી છે, તેના વિરોધીઓ તરફથી આકરી ટીકા કરવામાં આવી છે. રિપોર્ટ અનુસાર યૂનની જાહેરાત બાદ ડેમોક્રેટિક પાર્ટીએ પોતાના સાંસદોની ઈમરજન્સી બેઠક બોલાવી હતી.