US H-1B Visa Spouses Rules: અમેરિકામાં કામ કરવા જતા મોટાભાગના ભારતીયોને H-1B વિઝા આપવામાં આવે છે, જેના મારફતે તેઓ IT અને એન્જિનિયરિંગ જેવા ક્ષેત્રોમાં કામ કરે છે. H-1B વિઝા ધારકોના જીવનસાથીને પણ અમેરિકામાં કામ કરવાની છૂટ છે. આ માટે તેમને H-4 વિઝા આપવામાં આવે છે. અમેરિકાએ H-4 વિઝા ધારકોને લઈને એક મોટી જાહેરાત કરી છે, જેના કારણે તેઓ હવે દેશમાં લાંબા સમય સુધી કામ કરી શકશે.


વાસ્તવમાં યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી (DHS) એ H-1B અને L-1 વિઝા ધારકોના જીવનસાથી માટે જોબ પરમિટની અવધિ વધારવાનો નિર્ણય કર્યો છે. સરકાર આ લોકો માટે ઓટોમેટિક વર્ક પરમિટ રિન્યુઅલ પીરિયડને 180 દિવસથી વધારીને 540 દિવસ કરશે. સરળ ભાષામાં કહીએ તો હવે H-1B અને L-1 વિઝા ધારકોના જીવનસાથી અમેરિકામાં લાંબા સમય સુધી કામ કરી શકશે. યુએસ સરકારે કહ્યું છે કે નવા નિયમો 13 જાન્યુઆરી, 2025થી અમલમાં આવશે.


કોને મળશે નવા નિયમોનો લાભ?


જો કે, નવા નિયમોનો લાભ ફક્ત તે લોકોને જ મળશે જેમની અરજી 4 મે, 2022 ના રોજ અથવા તેના પછીની છે. આ ફેરફારનો હેતુ વિઝા પ્રોસેસિંગમાં વિલંબને કારણે કામમાં આવતા વિક્ષેપોને ઘટાડવાનો છે. નવા નિયમથી કામમાં આવતી અડચણો દૂર થશે. H-1B વિઝા ધારકોના જીવનસાથી (H-4 વિઝા) જેઓ ગ્રીન કાર્ડ માટે અરજી કરી રહ્યા છે અને L-1 વિઝા ધારકો (L-2 વિઝા)ના જીવનસાથી એ તમામ આ નવા નિયમનો ફાયદો ઉઠાવી શકે છે અને વર્ક પરમિટ માટે અરજી કરી શકે છે.


નોકરીઓ ભરવામાં મદદ કરશેઃ યુએસ સરકાર


DHS સેક્રેટરી એલેજાન્ડ્રો એન. મેયોરકાસે કહ્યું હતું કે " જાન્યુઆરી 2021થી અમેરિકામાં 1.6 કરોડથી વધુ નોકરીઓનું સર્જન થયું છે. ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટી આ પદોને ભરવામાં કંપનીઓની મદદ કરવા માટે પ્રતિબદ્ધ છે. તેમણે કહ્યું હતું કે, "ચોક્કસ 'એમ્પ્લોયમેન્ટ ઓથોરાઈઝેશન ડોક્યુમેન્ટ્સ' (EAD) માટે ઓટોમેટિક એક્સટેન્શન પીરિયડ લંબાવવાથી એ નિયમોને ખત્મ કરવામાં મદદ મળશે જેના કારણે કંપનીઓ પર બોજ પડે છે. તેનાથી એ સુનિશ્વિત થશે કે લાખો લોકો અર્થતંત્રમાં યોગદાન આપતા રહે.


Elon Musk: એલન મસ્કે રચી દીધો ઇતિહાસ, સંપતિ થઇ 447 બિલિયન ડૉલર, આજુબાજુમાં પણ નથી અદાણી-અંબાણી