Sri Lanka Crisis: શ્રીલંકા છેલ્લા 70 વર્ષની સૌથી મોટી અને વિકટ આર્થિક સમસ્યાટેઝી ઘેરાયેલું છે. દેશ આર્થિક કટોકટીમાં ફસાએ;ઓ છે અને જીવનજરૂરી વસ્તુઓના ભાવ અનેક ગણા વધી ગયા છે. આવી સ્થિતિમાં જનતા રોડ પર ઉતરી અને રાષ્ટ્રપતિઓ ભવન અને પ્રધાનમંત્રીના પોતાના ઘરને ઘેરી વળ્યાં. રાષ્ટ્રપતિ ભવન છોડી ગોટાબાયા રાજપક્ષે ભાગી ગયા. 


દેશ છોડી ભાગી ગયા ગોટાબાયા રાજપક્ષે 
શ્રીલંકામાં આર્થિક સંકટ એટલું વધી ગયું છે કે લોકો હવે રસ્તા પર આવી ગયા છે. વિરોધ કરી રહેલા લોકો હિંસા તરફ વળ્યા છે. ચારે બાજુ અરાજકતાનો માહોલ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પ્રદર્શનકારીઓએ રાષ્ટ્રપતિ ભવન પર કબજો જમાવી લીધો છે અને રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે દેશ છોડીને ભાગી ગયા છે. 


રાષ્ટ્રપતિ ભવનમાં ઘુસ્યા પ્રદર્શનકારીઓ 
વિરોધીઓના જુસ્સા એટલા વધી ગયા છે કે તેઓ રાષ્ટ્રપતિ ભવનમાં ઘૂસી ગયા છે અને ત્યાં કબજો જમાવી લીધો છે. પ્રદર્શનકારીઓ રાષ્ટ્રપતિ સ્વિમિંગ પૂલમાં ન્હાતા જોવા મળ્યા છે અને તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. આ સરકાર શ્રીલંકામાં ખરાબ રીતે પાટા પરથી ઉતરેલી અર્થવ્યવસ્થાને પાછી લાવવામાં નિષ્ફળ રહી છે. જેના કારણે વિરોધીઓનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો છે.






12 કે 13 જુલાઈએ રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે રાજીનામુ આપશે 
મળતી માહિતી મુજબ આગામી 12 કે 13 જુલાઈના દિવસે  રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે રાજીનામુ આપશે અને આ સાથે જ શ્રીલંકામાં રાજપક્ષે શાસનનો અંત આવશે.