Sri Lanka Crisis: શ્રીલંકામાં રાજકીય અને આર્થિક સંકટ વચ્ચે દેશમાંથી ભાગી ગયેલા ગોટાબાયા રાજપક્ષેએ રાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપી દીધું છે. જે બાદ હવે સ્પીકરે રાજપક્ષેનું રાજીનામું સ્વીકારી લીધું છે. આ સાથે સ્પીકરે જાહેરાત કરી હતી કે રાષ્ટ્રપતિનું રાજીનામું સ્વીકાર્યા બાદ હવે 7 દિવસમાં નવા રાષ્ટ્રપતિની નિમણૂક કરવામાં આવશે. શ્રીલંકામાં ચાલી રહેલા હંગામા વચ્ચે સ્પીકરના નિવેદનને ઘણું મહત્વનું માનવામાં આવી રહ્યું છે. હજારો વિરોધીઓ છેલ્લા ઘણા દિવસોથી ગોટાબાયાના રાજીનામા અને નવા પ્રમુખની નિમણૂકની માંગ કરી રહ્યા હતા.
એક રિપોર્ટ અનુસાર, શ્રીલંકાના સ્પીકર તમામ પક્ષોના નેતાઓ સાથે બેઠક કરશે. જે બાદ આગળની રણનીતિ અંગે ચર્ચા કરવામાં આવશે. હાલમાં સૌપ્રથમ આંદોલનકારીઓને શાંત પાડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ માટે સ્થાનિક નેતાઓને પણ જવાબદારી સોંપવામાં આવી શકે છે.
ગોટાબાયા દેશ છોડીને ભાગી ગયા
અગાઉ શ્રીલંકામાં આર્થિક સંકટ વચ્ચે લોકોના ટોળાએ રાષ્ટ્રપતિ ભવન પર કબજો જમાવ્યો હતો. આ પહેલા ગોટાબાયા રાજપક્ષે માલદીવ ભાગી ગયા હતા. બાદમાં તેઓ માલદીવથી સિંગાપોર ભાગી ગયા ગયા છે. સિંગાપોર પહોંચ્યા બાદ તેમણે પોતાનું રાજીનામું ઈ-મેલ દ્વારા સ્પીકરને મોકલી આપ્યું હતું.
Chhota Udepur: નઘરોળ તંત્રના પાપે મહિલાનો જીવ જોખમાં મુકાયો, પરિવારે સગર્ભાને ઝોળીમાં બેસાડી અડધો કિમી ચાલીને 108 સુધી પહોંચાડી
Corona ના વધતા કેસોએ ફરી ચિંતા વધારી, જાણો ક્યાં ફેસ માસ્ક લગાવવું ફરજિયાત થયું
VIRAL AUDIO: આ શહેરની ક્રાઈમ બ્રાન્ચ ફરી વિવાદમાં, બુટલેગરના પિતાને છોડી મુકવા લાખો રુપિયા માગ્યા
સેમસંગનો દમદાર ફોન Samsung Galaxy M13 Series ભારતમાં લૉન્ચ, કિંમત જાણીને તમે પણ ખરીદવા થઇ જશો તૈયાર