કોલંબોઃ શ્રીલંકાની રાજધાની કોલંબોમાં વધુ એક બૉમ્બ બ્લાસ્ટ થયો છે. આ ધમાકો ચર્ચની નજીક બૉમ્બને નિષ્ક્રિય કરતી વખતે થયો હતો. સત્તાવાર પુષ્ટિ નથી થઇ. આજે જ પોલીસને એક બસ સ્ટેશન પરથી 87 બૉમ્બ ડેટૉનેટર મળ્યા. રવિવારે શ્રીલંકામાં અલગ અલગ જગ્યાએ આઠ ધમાકા થયા હતા. જેમાં 290 લોકોના મોત અને 500થી વધુ લોકો ઘાયલ થયા હતા. મરનારામાં આઠ ભારતીયો પણ સામેલ હતા.
શ્રીલંકાની હાલની સ્થિતિને જોતા રાષ્ટ્રપતિ મૈત્રિપાલા સિરિસેનાએ ઇમર્જન્સીની જાહેરાત કરી દીધી છે. રાષ્ટ્રપતિ મૈત્રિપાલા સિરિસેનાની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય સુરક્ષા પરિષદની બેઠક દરમિયાન આ નિર્ણય લેવામાં આવ્યો. સરકારે મંગળવારે રાષ્ટ્રીય શોક દિવસની જાહેરાત પણ કરી છે. અરેસ્ટ કરવામાં આવેલા લોકો સંબંધિત કોઇપણ પ્રકારની મહિતી સાર્વજનિક કરવામાં આવી નથી.
આ હુમલો શ્રીલંકામાં થયેલા અત્યાર સુધીનો સૌથી ખતરનાક હુમલો હતો. આ વિસ્ફોટ સ્થાનિક સમયાનુસાર સવારે પૌણા નવ વાગ્યાની આસપાસ ઇસ્ટરમાં પ્રાર્થનાસભા દરમિયાન કોલંબો સ્થિત સેન્ટ એન્થની ચર્ચ, પશ્ચિમ તટીય શહેર નેગોમ્બોના સેન્ટ સેબેસ્ટિન ચર્ચ અને બટ્ટિકલોવાના જિયોન ચર્ચમાં થયો હતો. કોલંબોની ત્રણ ફાઇવ સ્ટાર હોટલો- શાંગરી લા, સિનામોન ગ્રાન્ડ અને કિંગ્સબરીને પણ નિશાન બનાવવામાં આવી હતી.
હુમલાને જોતા શ્રીલંકન સરકારે હેલ્પલાઇન પણ શરૂ કરી દીધી હતી. માર્યા ગયેલા લોકોમાં 35 વિદેશી નાગરિક હતા, જેમાંથી 12 વિદેશી નાગરિકોની ઓળખ થઇ શકી છે.
શ્રીલંકાના કોલંબોમાં ચર્ચની પાસે વધુ એક વિસ્ફોટ, રાષ્ટ્રપતિએ કરી ઇમર્જન્સીની જાહેરાત
abpasmita.in
Updated at:
22 Apr 2019 04:18 PM (IST)
રવિવારે આઠ બૉમ્બ ધમાકામાં આઠ ભારતીય સહિત 290 લોકોના મોત થઇ ચૂક્યા છે. જ્યારે આ હુમલામાં લગભગ 500થી વધુ લોકો ઘાયલ થયા છે. વળી, શ્રીલંકન અધિકારીઓએ સોમવારે આ જાણકારી આપી છે
- - - - - - - - - Advertisement - - - - - - - - -