ઇઝરાયેલના આરોગ્ય મંત્રાલયે કહ્યું છે કે, તેમને બે એવા લોકો મળ્યા છે કે, જેમનામાં કોરોનાના ઓમિક્રોન અને "સ્ટીલ્થ" BA.2 વેરિઅન્ટનના લક્ષણો જોવા મળ્યા છે. બુધવારે (16 માર્ચ) ના રોજ ધ ટાઇમ્સ ઓફ ઇઝરાયેલ દ્વારા પ્રકાશિત અહેવાલમાં મંત્રાલયને ટાંકીને કહેવામાં આવ્યું છે કે "આ નવો વેરિયેન્ટ હજુ સુધી વિશ્વમાં બીજે ક્યાંય જોવા મળ્યો નથી". મંત્રાલયે વધુમાં નોંધ્યું હતું કે, આ બંને કેસ બેન ગુરિયન એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય આગમન પ્રવાસીઓનું પરીક્ષણ કરતી વખતે મળી આવ્યા છે.
આ નવા વેરિયન્ટ વિશે ઈઝરાયેલના મંત્રાલય જણાવ્યું છે કે, ઓમિક્રોન અને "સ્ટીલ્થ" BA.2 વેરિઅન્ટનના લક્ષણોવાળા બેન્ને લોકોને હાલ હોસ્પિટલ સારવારની કોઈ જરુર નથી કારણ કે, તેઓને હાલ સામાન્ય લક્ષણો છે. ઉલ્લેખનીય છે કે, શરુઆતના રિસર્ચમાં સુચિત કરાયું હતું કે, "સ્ટીલ્થ ઓમીક્રોન," અથવા ઓમિક્રોન વેરિઅન્ટનો B.A.2 વેરિયન્ટ મૂળ ઓમિક્રોન કરતાં વધુ ઝડપથી ફેલાય છે.
દરમિયાન, Pfizer અને BioNTech એ મંગળવારે (15 માર્ચ) જાહેરાત કરી હતી ,કે તેઓએ ઔપચારિક રીતે યુનાઇટેડ સ્ટેટ્સના ડ્રગ રેગ્યુલેટરને તેમની કોવિડ રસીના બીજા બૂસ્ટર ડોઝની 65 અને તેથી વધુ ઉંમરના લોકોને આપવા માટે ઈમરજન્સી મંજૂરી આપવા માટે અરજી કરી છે. કંપનીઓએ એક અખબારી નિવેદનમાં જણાવ્યું હતું કે, તેમનો રિપોર્ટ બે ઇઝરાયેલી અભ્યાસો પર આધારિત છે જે દર્શાવે છે કે " mRNA વેક્સિનનો બૂસ્ટર રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે અને કોરોના સંક્રમિત દર્દીમાં ગંભીર બીમારી થવાના દરને ઘટાડે છે."
ચીન જેવા કેટલાક દેશોને છોડીને, મોટાભાગના દેશોમાં કોરોના કેસનું સ્તર ઓમિક્રોનની લહેર દરમિયાન રેકોર્ડ સ્તરથી નોંધપાત્ર રીતે ઘટ્યું છે.
Pfizer અને BioNTech દ્વારા ટાંકવામાં આવેલ ઈઝરાયેલના પ્રથમ અભ્યાસમાં જણાવાયું છે કે "જેમને વધારાના બૂસ્ટર ડોઝ અપાયા હતા એ લોકોમાં કોરોના પોઝિટીવ થવાનો દર 2 ગણો ઓછો હતો અને ગંભીર બીમારી થવાનો દર 4 ગણો ઓછો હતો.
બીજા અભ્યાસમાં - 18 વર્ષ અને તેથી વધુ ઉંમરના કામદારોનું વિશ્લેષણ - દર્શાવે છે કે, જેમણે બીજો બૂસ્ટર ડોઝ અપાયો હતો તેમનામાં એન્ટિબોડીનું સ્તર અન્ય લોકો કરતા નોંધપાત્ર રીતે વધારે હતું.