નવી દિલ્હીઃ અરુણાચલ પ્રદેશ અને નેપાલમાં ભૂકંપના મોટા ઝટકા અનુભવાયા છે. અરુણાચલ પ્રદેશમાં મોડી રાત્રે લગભગ 1.45 મિનીટે ભૂકંપ આવ્યો હતો અને આની તીવ્રતા રિએક્ટર સ્કેલ પર 6.1 હતી. વળી આજે સવારે લગભગ 6.30 વાગે બે અલગ અલગ વિસ્તારોમાં ભૂકંપના ત્રણ ઝટકા અનુભવાયા હતા.


પહેલો ઝટકો સવારે 6.45 મિનીટે કાઠમંડૂમાં આવ્યો અને તેની તીવ્રતા રિએક્ટર સ્કેલ પર 4.8 હતી. ત્યારબાદ 6.29 મિનીટ અને 6.40 મિનીટ પર 5.2 અને 4.3ની તીવ્રતાથી ભૂકંપ આવ્યો હતો. આનું કેન્દ્ર નેપાલનું ધાદિંગ જિલ્લાનું નૌબત હતુ. જોકે, ભૂકંપથી કોઇ જાનમાલને નુકશાન થયાના રિપોર્ટ હજુ સુધી આવ્યા નથી.